Get The App

એક કરોડનું જેના માથે ઈનામ હતું, તે મહિલા નક્સલની તેલંગાણાથી ધરપકડ, અંગ્રેજી સહિત અનેક ભાષાની જાણકાર

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
એક કરોડનું જેના માથે ઈનામ હતું, તે મહિલા નક્સલની તેલંગાણાથી ધરપકડ, અંગ્રેજી સહિત અનેક ભાષાની જાણકાર 1 - image


Image: Facebook

Woman Naxalite Arrest: તેલંગાણા પોલીસે હૈદરાબાદના મહેબૂબ નગરથી એક કરોડની ઈનામી મહિલા નક્સલી કલ્પના ઉર્ફે સુજાતાની ધરપકડ કરી છે. 60 વર્ષીય સુજાતા દક્ષિણ બસ્તર ડિવિઝનલ કમિટીના પ્રભારી સહિત ઘણાંં હોદ્દા પર રહી છે. દક્ષિણ બસ્તર ડિવીઝન કમિટીની પ્રભારી રહેતા તે બીજાપુર, સુકમા, દાંતેવાડા જિલ્લામાં 100થી વધુ ઘટનાઓમાં સામેલ રહી છે.

પોલીસે જણાવ્યું કે તે સારવાર માટે તેલંગાણા પહોંચી હતી ત્યારે પકડાઈ ગઈ. તેની પર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કુલ મળીને એક કરોડ રૂપિયાનું ઈનામ હતુ. પોલીસને તેની પૂછપરછ કરવા પર નક્સલીઓ વિશે મોટું ઈનપુટ મળવાની આશા છે.

કિશનજી સાથે જ તે બંગાળથી બસ્તર આવી

સુજાતા નક્સલી લીડર કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીની પત્ની છે. કિશનજની સાથે જ તે બંગાળથી બસ્તર આવી હતી. કિશનજીને બંગાળની જવાબદારી આપ્યા બાદ તે થોડો સમય બંગાળમાં પણ રહી. કિશનજીનું વર્ષ 2011માં મૃત્યુ બાદ તે બસ્તર તરફ આવી હતી.

આ પણ વાંચો: છત્તીસગઢના બીજાપુરમાં 30 નક્સલીઓનું આત્મસમર્પણ, નવ પર જાહેર હતું 39 લાખનું ઈનામ

હિડમા સહિત મહિલા વિંગ કરી તૈયાર

સુજાતાને હાર્ડકોર નક્સલી માનવામાં આવે છે. સામાન્ય રીતે પતિના મોત બાદ મહિલા નક્સલી સંગઠન છોડી દે છે પરંતુ સુજાતાએ સમર્પણ કર્યું નહીં. તેનો દિયર સોનુ સેન્ટ્રલ કમિટીનો સભ્ય છે. સોનુની પત્ની પણ નક્સલી નેતા છે. સુજાતાએ જ નક્સલ કમાન્ડર માડવી હિડમાને તૈયાર કર્યો હતો. સંગઠનમાં મહિલાઓની ભરતીમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. 

નામનક્સલ સંગઠનમાં સુજાતાના ઘણાં નામ પ્રચલિત

નક્સલ સંગઠનમાં તેના ઘણાં નામનક્સલ સંગઠનમાં સુજાતાના ઘણાંં નામ પ્રચલિત છે. તેને પદ્મા, કલ્પના, સુજાતા, સુજાતક્કા, ઝાંસીબાઈ કહેવામાં આવે છે. બંગાળમાં તેને મૈનીબાઈના નામથી પણ ઓળખવામાં આવે છે. 12માં ધોરણ સુધી ભણેલી સુજાતા અંગ્રેજી, હિંદી, બાંગ્લા, ઓડિયા, તેલુગુની સાથે ગોંડી, હલ્બી બોલીની પણ જાણકાર છે. પોલીસે જણાવ્યુ કે તે સારવાર માટે તેલંગાણા પહોંચી હતી ત્યારે પકડાઈ ગઈ. તેની પર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કુલ મળીને એક કરોડ રૂપિયાનું ઈનામ હતું. 

આ પણ વાંચો: પૈસાના ફાંફા તથા તબીબી સારવાર માટે ખુંખાર નક્સલીનું આત્મસમર્પણ

મોટા હુમલા પાછળ સુજાતાનું મગજ

મોટા હુમલાની પાછળ સુજાતાનું જ મગજ રહ્યું છે. 2007માં એર્રાબોરમાં 23 જવાન બલિદાન, એપ્રિલ 2010માં તાડમેટલામાં 76 જવાન બલિદાન, 2010માં ગાદીરાસમાં 36ની હત્યા, ઝીરમમાં 2013માં કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર હુમલામાં 31ની હત્યા, 2017 ચતાગુફામાં 25 જવાન, મિનપામાં 17 જવાન, ટેકુલગુડેમમાં 21 જવાનના બલિદાનની ઘટનાઓની પાછળ સુજાતા જ રહી છે.


Google NewsGoogle News