Get The App

દિલ્હીમાં બે જૂથ વચ્ચે બબાલ! 60થી વધુ રાઉન્ડ ફાયરિંગ, બાલ્કનીમાં ઊભેલી છોકરીને વાગી ગોળી

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં બે જૂથ વચ્ચે બબાલ! 60થી વધુ રાઉન્ડ ફાયરિંગ, બાલ્કનીમાં ઊભેલી છોકરીને વાગી  ગોળી 1 - image


Image Source: Twitter

Firing in Delhi: દેશની રાજધાની દિલ્હીમાંથી શનિવારે અંધાધુંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. નોર્થ ઈસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં બે જૂથો વચ્ચે બબાલ બાદ અંધાધુંધ ફાયરિંગ થયું હતું. આ ઘટના વેલકમ વિસ્તારના ઝેડ બ્લોકમાં બની હતી. તાબડતોડ ફાયરિંગથી લોકોમાં ભયનો માહોલ છે. 

બાલ્કનીમાં ઊભેલી છોકરીને વાગી  ગોળી

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટનામાં 60થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ફાયરિંગ દરમિયાન ઘરની બાલ્કનીમાં ઊભી રહેલી 22 વર્ષની એક છોકરીને છાતીમાં ગોળી વાગી છે.

એક અહેવાલ પ્રમાણે ફાયરિંગની આ ઘટના પરસ્પર દુશ્મનાવટના કારણે ઘટી છે. આ ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. 



અધિકારીઓએ શું કહ્યું?

બીજી તરફ આ ઘટના અંગે ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'લગભગ પોણા પાંચ વાગ્યે ઝેડ 2 રાજા માર્કેટ વિસ્તારમાં  બબાલ અને ફાયરિંગની ઘટના અંગે એક સૂચના પ્રાપ્ત થઈ હતી. સૂચના  મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. રાજા માર્કેટ જહાં ગલીમાંથી ખાલી કારતૂસ મળી આવ્યા છે. પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, આ ફાયરિંગ દરમિયાન એક છોકરી જેનું નામ ઈફરા છે તે ઘાયલ થઈ ગઈ છે. તેને સારવાર માટે જીટીવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.'

આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા

અધિકારીએ  આગળ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જીન્સના જથ્થા બંધ વેપારીઓ વચ્ચે પૈસાને લઈને ઝઘડો શરૂ થયો હતો.ક્રાઈમ ટીમ સ્થળ પર હાજર છે અને ત્યાંથી એક ખાલી કારતૂસ, જીવતા કારતૂસ અને ધાતુના ટુકડા સહિત કુલ 17 વસ્તુઓ મળી આવી છે. જેને તપાસ માટે એકત્રિત કરવામાં આવી છે. આ ફાયરિંગમાં સામેલ કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.


Google NewsGoogle News