નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસ છોડ્યો

યાત્રામાં પથ્થરમારો થતાં મામલો વધુ બિચક્યો હતો અને આગચંપીનો બનાવ બનવાથી પોલીસ એક્શનમાં આવી હતી

નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસ છોડ્યો 1 - image



નર્મદાઃ (Narmada)ગુજરાતમાં ગણેશ વિસર્જન અને ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ ખડેપડે રહી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ધાર્મિક યાત્રાઓ પર પથ્થરમારો કરવાની બે ઘટનાઓ સામે આવી છે.(Bajrang Dal) વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાના સેલંબામાં (police fired teargas)બજરંગદળની યાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. (Shorya Jagran Yatra)આ ઘટનાને લઈને પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી ગયો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ ચાલુ કરી દીધા છે. 

આગચંપીના બનાવ બાદ પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે નર્મદા જિલ્લામાં બજરંગ દળની શૉર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ સંબંધિત પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 


Google NewsGoogle News