દેડીયાપાડા કન્યાઓ માટે બનાવેલી હોસ્ટેલને બોઈઝ હોસ્ટેલ બનાવી દેવાઈ
-કેટલીક છાત્રાઓ ભાડાના મકાનમાં રહી અભ્યાસ કરે છે તંત્ર પાસે ગર્લ્સ હોસ્ટેલના લોકાર્પણ માટે સમય નથી
દેડીયાપાડા તા.30 જાન્યુઆરી 2020 ગુરૂવાર
દેડીયાપાડામાં સરકારી આદર્શ નિવાસી શાળાના પ્રાંગણમાં ગર્લ્સ હોસ્ટેલનું નવું મકાન તૈયાર થઇ ગયું છે. આ મકાન અદ્યતન અને આધુનિક ભૌતિક સુવિધાથી સજ્જ છે. આ ગર્લ્સ હોસ્ટેલનું નવનિર્મિત મકાન તૈયાર થઇ ગયું છે. પણ તેનુ લોકાર્પણ કરવામાં આવ્યું નથી. લોકર્પણ કર્યા વિના ગર્લ્સ માટે બનાવેલી હોસ્ટલમાં 50 બોઈઝને પ્રવેશ આપી બોઈઝ છાત્રાલય બનાવી દેવાતાં ભારે વિવાદ અને વિરોધ સર્જાયો છે.
આ ગર્લ્સ હોસ્ટેલમાં કમિશનર આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી કુમાર છાત્રાલય દેડીયાપાડા તા. દેડીયાપાડા જિ. નર્મદા સ્થાપના વર્ષ-2018 શરૂ કરી દેવામાં આવી છે અને તેમાં પચાસ જેટલા કોલેજના છોકરાઓ રહીને અભ્યાસ કરે છે.
દેડિયાપાડા આદર્શ નિવાસી શાળાના પ્રાંગણમાં ગર્લ્સ હોસ્ટેલના નવા મકાનમાં હવે કુમાર છાત્રાલય શરૃ કરી દેવાયું છે. જેમાં હાલ કોલેજના 50 છાત્રોને પ્રવેશ અપતાં આ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી અભ્યાસ કરી રહ્યા છે.
આ ઇમારત ધો.11, 12 અને વિજયન કોલેજની કન્યાઓઓ માટે બનાવાઇ હતી પરંતુ કન્યાઓને પ્રવેશ આપવાને બદલે ૫૦ છાત્રોને પ્રવેશ આપી બોઈઝ છાત્રાલય બનાવી દેવાતાં હવે આ કન્યાઓ રઝળી પડી છે.
આ ગર્લ્સ હોસ્ટેલ ધો-11, 12 અને સરકારી વિનિયન કોલેજની કન્યાઓ માટેની આ ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી છે. પરંતુ કન્યાઓને બદલે આ ગર્લ્સ હોસ્ટેલમાં સરકારી કુમાર છાત્રાલય શરૃ કરી દેવામાં આવી છે અને દેડિયાપાડા તાલુકાની કન્યાઓ ધો-11,12 અને સરકારી વિનિયન કોલેજની કન્યાઓ ગર્લ્સ હોસ્ટેલ વિના રઝળી પડી છે. ગરીબ આદિવાસી કન્યાઓ માલસામોટ અને દેડિયાપાડા તાલુકાના અંતરીયાળ અને દુર્ગમ ડુંગરોમાંથી અભ્યાસ કરવા સવારના પાંચ વાગ્યાથી ઉઠીને પાંત્રીસથી ચાલીસ કિમી દુરથી હાઇસ્કુલો અને કોલેજની વિદ્યાર્થીનીઓ દેડિયાપાડા અપડાઉન કરે છે અને સાંજ પાંચ છ વાગે પરત પોતાના ડુંગરમાં આવેલા ઘરે પહોંચે છે.
કન્યાઓ અપડાઉન કરીને થાકી જાય છે. કેટલીક કન્યાઓ ભાડાના મકાનમાં રહી અભ્યાસ કરી રહી છે અને આર્થિક નુકસાન કન્યાઓ વેઠી રહી છે.
અપડાઉન કરતી કન્યાઓની અત્યંત દયનિય અને કફોડી હાલત થઇ છે ત્યારે કન્યાઓ દ્વારા સરકારે બનાવેલી ગર્લ્સ હોસ્ટેલમાં કન્યાઓને રાખવાને બદલે સરકારી કુમાર છાત્રાલય ગર્લ્સ હોસ્ટેલમાં શરૂ કરી દેવાતાં તપાસની માંગ ઉઠી છે.