76 દિવસ બાદ રાજપીપલાનું હરસિદ્ધિ માતાનું મંદિર ખુલ્યું
-મંદિરમાં દર્શનનો સમય સવારના 7 થી સાંજના 7 સુધી સાંજે 6-15 ની આરતી બાદ મંદિર બંધ કરાશે
રાજપીપળા તા. 8 જુન 2020 સાેમવાર
રાજપીપળામાં ૭૬ દિવસ બાદ સરકારી નિયમોના પાલન સાથે 800 વર્ષ જુનું હરસિધ્ધી માતાજીનુ મંદિર ખુલ્લુ મુકાયું હતું. મંદિરમાં ચુંદડી, નાળિયેર, ફૂલ, પ્રસાદ વગેરે લઈ જવા પર પ્રતિબંધ લદાયો છે. જ્યાંરે સવારની આરતી જુના સમયે થશે અને સાંજની આરતી 6-15 ના સમયે કર્યા બાદ મંદિરને બંધ કરવામાં આવશે.
રાજપીલા શહેરમાં આવેલું 400 વર્ષ જૂનું હરસિદ્ધિ માતાનું મંદિર પ્રથમ વખત ૭૬ દિવસ થી બંધ હતું ૭૬ દિવસ સુધી મંદિર બંધ રહ્યું હોઈ તેવી આ પ્રથમ ઘટના બની છે જે આજે ખોલવામાં આવ્યું છે .
76 દિવસ બાદ મંદિર ખુલતા સવારથી છુટાછવાયા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. સરકારના નિયમોનું પાલન મંદિરમાં કરાશે. મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓએ દરવાજા પર સેનિટાઇઝરથી હાથ ધોઈ આવાનું રહેશે,માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. જયારે મંદિરમાં સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. મંદિરનો સમય સવારે 7 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધીનો રહેશે. મંદિરની આરતીના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે .
સવારની આરતી તો 10 વાગે જ થશે પણ સાંજની આરતીનો સમયમાં ફેરફાર કર્યો છે સાંજની આરતી ૬.૧૫ કલાકે થશે . તે બાદ મંદિર બંધ કરી દેવામાં આવશે .મંદિર માં કોઈપણ વસ્તુ એટલેકે ચૂંદડી,નારિયેળ કે ફૂલ એવી કોઈપણ વસ્તુ લઈ જવાની રહેશે નહિ જયારે મંદિરમાં આરતી થતી હોઈ ત્યારે શ્રદ્ધાળુઓએ મંદિરમાં પટાંગણમાં ઉભા રહેવાનું રહેશે અને મંદિરની અંદર જઈ શકાશે નહિ ,આ તમામ નિયમો સાથે આજે ૭૬ દિવસ બાદ મંદિર ખોલવામાં આવ્યું છે .જેથી રાજપીપલાના લોકોને પણ ખુશી થઈ છે.