મુંબઈમાં ઝીરો શેડો ડેઃ જ્યારે પડછાયાએ પણ સાથ છોડી દીધો

Updated: May 16th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં ઝીરો શેડો ડેઃ જ્યારે પડછાયાએ પણ સાથ છોડી દીધો 1 - image


નેહરુ સાયન્સ સેન્ટરમાં  વિદ્યાર્થીઓએ અને નાગરિકોએ  પ્રત્યક્ષ અનુભવ કર્યો 

133 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર મકરવૃત્ત અને કર્કરેખા વચ્ચેનો સૂર્ય માનવીના બરાબર માથાં પર આવતાં પડછાયો દેખાય જ નહિ

મુંબઇ :  આજે ૨૦૨૪ની ૧૫,મે મુંબઇગરાંએ   ઝીરો શેડો ડેઝ(માનવીનો અથવા કોઇપણ ઉભી સ્થિતિમાં રાખેલી વસ્તુનો પડછાયો ન પડે)નો કુદરતી ચમત્કાર અનુભવ્યો હતો. આજની આ પ્રાકૃતિક ચમત્કારસમી ઘટના મુંબઇમાં બરાબર ૧૨ ઃ ૩૫ વાગે બની હતી. 

મુંબઇની  શાળાનાં  વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ આજના ઝીરો શેડો ડે ની ઘટનાનો પ્રત્યક્ષ અને સાવ સાચુકલો અનુભવ કરી   શકે તે માટે નેહરુ સાયન્સ સેન્ટર(વરલી)માં ખાસ નિદર્શન રાખવામાં આવ્યું હતું. 

નેહરુ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ઉમેશ કુમાર રૃસ્તગીએ ગુજરાત સમાચારને માહિતી આપતાં કહ્યું હતું કે રોજબરોજના દિવસે સવારે   માનવીનો કે અન્ય કોઇ વસ્તુનો પડછાયો તેની જમણી બાજુએ અને લાંબો હોય છે. સાંજે એજ   પડછાયો ડાબી તરફ અને લાંબો હોય છે. જોકે આજે મુંબઇમાં બપોરે  ૧૨ ઃ ૩૫ વાગે  માનવીનો  પડછાયો અદ્રશ્ય થઇ ગયો હતો. ઝીરો શેડો ડે ની ઘટના બહુ થોડી ક્ષણો  સુધી જ રહે છે.     

આજે ૧૫,જુલાઇએ ઝીરો શેડો ડે નો અનુભવ સ્પષ્ટ થયો હતો કારણે આકાશ સંપૂર્ણ સ્વચ્છ રહ્યું હતું.  

આજે મુંબઇમાં ઝીરો શેડો ડે નો પ્રત્યક્ષ અનુભવ  કરાવવા અમે અમારા સમર વેકેશનના વર્ગનાં  સાયન્સ -ટેકનોલોજીનાં અને અન્ય શાળાનાં ૧૦૦ કરતાં વધુ  વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે  ખુલ્લા પરિસરમાં  નિદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આજે બપોરે બરાબર ૧૨ ઃ ૩૫ વાગે સૂર્ય આકાશમાં બરાબર મધ્યમાં આવ્યો  ત્યારે તમામ વિદ્યાર્થીઓનો-વિદ્યાર્થિનીઓનો પડછાયો  અદ્રશ્ય થઇ ગયો હતો.  હા, પડછાયાનો બહુ જ થોડો હિસ્સો  વિદ્યાર્થીઓના પગમાં બરાબર વચ્ચે જોવા મળ્યો હતો.

આવો જ પ્રયોગ અમે પાણીની બોટલ, એક બોક્સ સહિત અમુક વસ્તુઓને ઉભી(વર્ટિકલ)  સ્થિતિમાં  રાખીને પણ  કર્યો હતો.તે બધી વસ્તુઓનો  સુક્ષ્મ પડછાયો પણ તેના બરાબર મૂળમાં દેખાયો હતો. 

હાલ સૂર્યનારાયણ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાંથી(દક્ષિણાયન) ઉત્તર ગોળાર્ધમાં (ઉત્તરાયણ) આવી ગયા છે. આ પ્રવાસ દરમિયાન  આજે  સૂર્ય આકાશમાં બરાબર  મધ્યમાં હોય.  આ કુદરતી પ્રક્રિયા દરમિયાન  પૃથ્વીનાં જે સ્થળો ૧૩૦ ડિગ્રી ઉત્તર   અક્ષાંશ પર  મકરવૃત્ત રેખા અને કર્કવૃત્ત રેખા વચ્ચે હોય  ત્યાં   રહેતાં માનવીનાં માથા પર   સૂર્ય   ઉભી સીધી રેખામાં આવે.  એટલે સૂર્યનાં કિરણો પણ  સંપૂર્ણ લંબ - ઉભી સ્થિતિમાં  આવે.   આવી ઘટના વર્ષમાં બે વખત થાય છે.  સૂરજની આવી સ્થિતિને કારણે માનવીનો પડછાયો તેના બરાબર પગમાં આવે જ્યારે  કોઇ વસ્તુનો પડછાયો તેના મૂળમાં આવે. એટલે કે પડછાયો દેખાય નહીં.હા, પગમાં અથવા વસ્તુના મૂળમાં પડછાયોનો બહુ સુક્ષ્મ હિસ્સો દેખાય,અથવા ન પણ જોવા મળે.  



Google NewsGoogle News