છેંતરપિંડીના કેસમાં ઝરીનખાનને જામીન મળ્યા
પૂર્વમંજૂરી વિના વિદેશ પ્રવાસ નહીં કરી શકે
ધરપકડ વોરન્ટ નીકળ્યા બાદ કોલક્તા કોર્ટમાં રુબરુ હાજર થઈ જામીન મેળવ્યા
મુંબઇ : અભિનેત્રી ઝરીન ખાનને ૨૦૧૮ના એક છેંતરપિંડી કેસમાં જામીન મળ્યા છે. જોેકે, તે કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડી શકે.
૨૦૧૮માં ઝરીન ખાને કોલકાતાના એક દુર્ગા પૂજાના પ્રોગ્રામમાં પરફોર્મન્સ માટે કરાર કર્યો હતો. આ માટે તેણે ઓર્ગેનાઇઝર પાસેથી રૃપિયા ૧૨ લાખ એડવાન્સ લીધા હતા. પરંતુ ઝરીન ખાન પ્રોગ્રામમાં પહોંચી જ ન હતી અને તેણે ઓર્ગેનાઇઝરન કોઈ જાણ પણ કરી ન હતી.
આથી, આયોજકને બહુ મોટાપાયે નાણાંકીય નુકસાન થયું હતું.
આ કેસમાં થોડા મહિના પહેલા ધરપકડ વોરન્ટ પણ જાહેર કરવામાં ાવ્યુ ંહતું.તે પછી ઝરીન ખાન ગઈ તા. ૧૧મીએ કોલકત્તાની સિયાલદાહ કોર્ટમાં રુબરુ હાજર થતાં તેને જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
આ અગાઉ, ઝરીન ખાને એવું નિવેદન આપ્યું હતું કે તેની સામે આ કેસ ખોટી રીતે કરાયો છે.