અનેક સ્પોર્ટસ ફિલ્મો ફલોપ છતાં યુવરાજની બાયોપિકની જાહેરાત
યુવરાજની જિંદગી અનેક નાટયાત્મક પ્રસંગો
ભૂતકાળમાં 83, સાયના, જર્સી મૈદાન, ઝુંડ સહિતની સ્પોર્ટસ ફિલ્મો ફલોપ ગઈ છે
મુંબઇ : સ્પોર્ટસ ફિલ્મો લગાતાર ફલોપ થઈ રહી હોવા છતાં ટી સીરિઝના ભૂષણકુમારે ક્રિકેટર યુવરાજ સિંઘની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે.
યુવરાજની ભૂમિકા કોણ ભજવશે તે હજુ નક્કી નથી. જોકે એક ઇન્ટરવ્યુમાં યુવરાજે સિદ્ધાંત ચતુર્વેદીને પોતાની બાયોપિક માટે યોગ્ય જણાવ્યો હતો. જોકે રણબીર કપૂરના નામની પણ ચર્ચા થઇ હતી. બીજી તરફ યુવરાજના પ્રશંસકો ટાઇગર શ્રોફને યોગ્ય ગણાવી રહ્યા છે.
યુવરાજ એક સમયે ભારતનો ટોચનો ક્રિકેટર ગણાતો હતો. જોકે, કેન્સરની બીમારીના કારણે તેની કારકિર્દી પર અસર પડી હતી.
ફિલ્મ સમીક્ષકોના જણાવ્યા અનુસાર યુવરાજની બાયોપિકનો નિર્ણય આશ્ચર્યજનક છે. કારણ કે છેલ્લા કેટલાક સમયમાં '૮૩', 'સાયના','જર્સી','મૈદાન', 'ઝુંડ' સહિતની મોટાભાગની સ્પોર્ટસ ફિલ્મો ફલોપ ગઈ છે. રણવીર, અજય દેવગણ, શાહિદ કપૂર સહિતના કલાકારો હોવા છતાં આ ફિલ્મોને બોક્સ ઓફિસ પર પ્રતિસાદ સાંપડયો ન હતો.