Get The App

સોસાયટીમાં પાર્કિંગની તકરારમાં યુવકનો આપઘાત

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
સોસાયટીમાં પાર્કિંગની તકરારમાં યુવકનો આપઘાત 1 - image


ટિટવાલાના યુવકે ટ્રેન હેઠળ પડતું મુક્યું

સોસાયટીના ચાર જણ સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો

મુંબઇ : થાણે જિલ્લાના ટિટવાલામાં એક હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગને મુદ્દે સતત વિવાદ થતા હેરાનગતિથી ત્રાસી ગયેલા એક યુવાને ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા  કરતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે સોસાયટીના ચાર જણ સામે યુવાનને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપસર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સંદર્ભે કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પંધારી કાંધેએ જણાવ્યું હતું કે મૃતક ભૂષણ લોટન મોરે (૩૩)એ ગુરુવારે ખડવલી અને ટિટવાલા સ્ટેશન વચ્ચે મેલ ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે તેના ભાઈ તેમને કહ્યું હતું કે મોરેનો તેમની હાઉસિંગ સોસાયટીના ચાર જણ સાથે પાર્કિંગની ફાળવણીને મુદ્દે વિવાદ ચાલતો હતો. આ લોકોની હેરાનગતિથી ત્રાસી તેણે આત્મહત્યા કરી લીધી હતી.

કાંધેના જણાવ્યા મુજબ મૃતકના ભાઈની ફરિયાદના આધારે ચારેય સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુનાસર કેસ નોંધવામાં આવ્યો હતો. આ ચારેયને ઝડપી લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.



Google NewsGoogle News