મિત્ર દ્વારા આધારકાર્ડનો દુરુપયોગ કરીને સેક્સ રેકેટમાં ફસાવતા યુવકે આત્મહત્યા કરી
વડાલા સેક્ટ રેકેટમાં કેસમાં મોટો ખુલાસો
પોલીસને મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવતા આ અંગે ખુલાસો થયો હતોઃ મુખ્ય આરોપીની ધરપકડ
આ ઘટનામાં ૨૭ વર્ષીય તન્મય કેનીએ આત્મહત્યા કરી હતી. મૃતક પ્રતિક્ષા નગરનો રહેવાસી છે અને છેલ્લા ૧૦ દિવસથી તે ગુમ હતો. બાદમાં ગુરુવારે મુલંડના છેડા પેટ્રોલ પંપ પાસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં વડાલા સેક્સ રેકેટ અને બ્લેકમેલ કેસના આરોપી ૨૫ વર્ષીય સચિન કરંજે પર તન્મયના આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ જઘન્ય કૃત્ય આચરવાનો આરોપ મૂક્યો હતો. આ કેસમાં કરંજે સામે આત્મહત્યાા માટે ઉશ્કેરવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
પોલીસને મળેલી સુસાઈડ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે, મારા મિત્ર સચિન કરંજેએ મારા આધાર કાર્ડનો દુરુપયોગ કર્યો હતો અને મને બ્લેકમેલ કર્યો હતો. આ બધાથી કંટાળીને આખરે હું આ આત્યંતિક પગલું ભરી રહ્યો છું. તેથી કરંજેને સજા મળવી જ જોઈએ. મમ્મી પપ્પા મને માફ કરજો.
સુસાઈટ નોટ પ્રમાણે સચિન કરંજેએ તન્મના આધાર કાર્ડનો ઉપયોગ લોજ બુક કરવા માટે કર્યો હતો. જેમા સચિન છોકરીઓને કામ આપવાની લાલચ આપીને લોજમાં લઈ જતો હતો. ત્યારબાદ યુવતીઓને ડ્રગ્સ આપીને તેમના અશ્લીલ ફોટો પાડીને તેમને બ્લેકમેલ કરતો હતો. તેણે ઘણી યુવતીઓ સાથે આવું કર્યું હતું.
જો કે, તેમાંથી એક યુતીએ આ અંગે વડાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જ પોલીસે કરંજેની ધરપકડ કરી હતી અને તન્મને પૂછપરછ માટે બોલાવ્યો હતો. જો કે, ગભરાયેલ તન્મય પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો અને તે છેલ્લા ૧૦ દિવસથી ગુમ હતો.
આખરે ૨૬ ડિસેમ્બરના રોજ તે મુલુંડમાં તેના શરીરમાં અનેક ઘા વાગેલા સ્થિતિમાં મળી આવ્યો હતો. જેમાં હોસ્પિટલમાં દાખલ કરતા તબીબી તપાસ દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે સચિન સામે તેના મિત્રને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ અન્ય કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.