મુંબઈમાં 40 વર્ષીય બેઘર મહિલાની હત્યા કરનાર યુવકની ધરપકડ
પોલીસે સ્કુટરના રજીસ્ટ્રેશન નંબરના આધારે આરોપીને પક્ડયો
૪૦ વર્ષીય આધેડ મહિલાને આરોપી યુવક મુંબઈ સેન્ટ્રલથી શિવડી લઈ ગયો હતો, જે બાદ હત્યા કરી લાશને ઝાડીઓમાં ફેકી દીધી હતી
મુંબઈ: શિવડીમાં 40 વર્ષીય બેઘર મહિલાનો હત્યા કરીને ફેકી દેવામાં આવેલ અને આંશિક રીતે સડી ગયેલો મૃતદેહ ગયા મહિને પોલીસને મળી આવ્યો હતો. જે બાદ તેની હત્યાના તપાસમાં આરોપીની ઓળખ થયા બાદ, આ મામલે ૩૭ વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ કહ્યું હતું.
શિવડીમાં મળેલી મૃતક મહિલા સપના સતીશ બાથમ (ઉ.વ. ૪૦) ના હત્યાના માટે પોલીસે શુક્રવારે ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) ના કોન્ટ્રાક્ટ કર્મચારી શેહઝાદા ઉર્ફે રમઝાન શેખ (ઉ.વ. ૩૭)ની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં પોલીસનેં ૨૨ જાન્યુઆરી,ના રોજ એક આધેડ વયની મહિલાનો આંશિર રીતે સડી ગયેલો એક મૃતદેહ શિવડીમાં રોડની બાજુની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. જેમાં હત્યાની શંકાના પગલે પોલીસે તપાસ શરુ કરી હતી. પોલીસે પ્રથમ તેની ઓળખવિધિ કરવા માટે ગુમ થયેલા વ્યક્તિઓના અહેવાલો અને મૃતદેહ મળ્યો તે વિસ્તારના તમામ સીસીટીવી ફુટેજની તપાસ શરુ કરી હતી.
સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં પોલીસને જોવા મળ્યું હતું કે, મૃતદેહ જે સ્થળેથી મળ્યો હતો. તે જગ્યાએ ૧૪ જાન્યુઆરીની રાતે એક કપલ સ્કુટર પર આ સ્થળે પહોંચી. ઝાડીઓમાં જતું જોવા મળ્યું હતું. પોલીસે આ સ્કુટરની રજીસ્ટ્રેશન નંબરના આધારે, પોલીસે આરોપીની ઓળખ કરી, તેને ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સપના બેઘર હતી અને મુંબઈ સેન્ટ્રલની શેરીઓમાં જ રહેતી હતી. તેમજ આરોપી ે રમઝાન શેખ અવારનવાર આ વિસ્તારમાં આવતો હતો . તેથી પીડીતા અને આરોપી બંને એકબીજાને ઓળખતા હતા.
૧૪ જાન્યુઆરીએ, આરોપી યુવકે કથિત રીતે સપનાનેે દારુ ખરીદી આપશે. તેવી લાલચ આપીને શિવડી લઈ ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જ્યારે પીડીતા અને આરોપી શિવડી પહોંચ્યા હતા. ત્યારે રમઝાને આ ૪૦ વર્ષીય આધેડ મહિલા સાથે જાતીય સંબંધ બનાવવાની માંગ કરી હતી. જેમાં પીડીતાએ આ માંગને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ આરોપી યુવકે ગુસ્સામાં આવતા તેણે ત્યાં પડેલા એક પથ્થર વડે પીડીતાની હત્યા કરી હતી. જેમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યાર પછી આરોપી તેને ઝાડીઓમાં ફેંકીને તે વિસ્તારથી ફરાર થઈ ગયો હતો, એમ અધિકારીએ વધુમા ંકહ્યું હતું.
હાલ આ મામલે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ નોંધીને, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.