’દુર્લભ બોમ્બે' બ્લડગ્રુપ ધરાવતો યુવાન રક્તદાન કરવા શિર્ડીથી ઈંન્દોર પહોંચ્યો

Updated: May 31st, 2024


Google NewsGoogle News
’દુર્લભ બોમ્બે' બ્લડગ્રુપ ધરાવતો યુવાન રક્તદાન કરવા શિર્ડીથી ઈંન્દોર પહોંચ્યો 1 - image


શિર્ડીના ફૂલોના વેપારીએ કોઈનો જીવ બચાવવા મજલ ખેડી

મહિલાનું હિમોગ્લોબિન ખાસ્સું ઘટી જતાં 'બોમ્બે' બ્લડની ચાર યુનિટ ચડાવાઈ, બે યુનિટ બ્લડ ફ્લાઈટમાં નાગપુરથી ઈંદોર પહોંચાડાયું

મુંબઇ - ૩૦ વર્ષીય ગંભીર બિમાર મહિલાનો જીવ બચાવવા ૪૦૦ કિમીનું અંતર કાપી એક ફૂલવિક્રેતા મહારાષ્ટ્રના શિર્ડીથી મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા હતો. આ બ્લડ ડોનર દુર્લભ ં 'બોમ્બે' બ્લડગુ્રપ ધરાવે છે. જો આ લોહી સમયસર મળ્યું ન હોત તો મહિલાના જીવને જોખમ ઊભું થાય તેમ હતું.

શિર્ડીમાં જથ્થાબંધ ફૂલોનો વ્યવસાય કરતા રવિન્દ્ર અષ્ટેકર (૩૬) એ ૨૫ મેના રોજ મધ્યપ્રદેશના ઈંદોરમાં પહોંચી જઈ મહિલાને રક્તદાન કર્યું હતું. મહિલાને ત્યાં દાખલ કરાયા બાદ તેમની તબિયતમા હવે સુધારો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે અષ્ટેકરે જણાવ્યું હતું કે, જ્યારે મને વૉટ્સએપ પર રક્તદાતાઓના ગુ્રપ દ્વારા આ મહિલાની ગંભીર સ્થિતીની માહિતી મળી,ત્યારે મેં એક મિત્રની કાર લઈ આશરે ૪૪૦ કિમીનો પ્રવાસ કરી ઈંદોર જવાનું નક્કી કર્યું. તે મહિલાનો જીવ બચાવવા હું મારા તરફથી કંઈક યોગદાન આપી શક્યો એ બદ્દલ મને સંતોષ છે. મેં છેલ્લાં એક દાયકામાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશના વિવિધ શહેરોમાં આઠ વખત જરુરિયાત ધરાવનારાઓને રક્તદાન કર્યું છે.

અહીંની સરકારી મહારાજા યશવંતરાવ હૉસ્પિટલના રક્તસંક્રમણ ઔષધ વિભાગના પ્રમુખે જણાવ્યું હતું કે, મહિલાને બીજી હૉસ્પિટલમાં પ્રસૂતિ દરમ્યાન ભૂલમાં 'ઓ' પોઝિટીવ બ્લડ અપાયું હતું. આથી તેની તબિયત બગડી અને કિડની પર પણ અસર થઈ. જ્યારે મહિલાની પ્રકૃતિ બગડયા બાદ તેને ઈંદોરના નર્સિંગ હોમમાં મોકલાઈ ત્યારે તેનું હિમોગ્લોબિનનું સ્તર આશરે ૪ ગ્રામ પ્રતિ ડેસીલિટર સુધી ઘટી ગયું હતું. જ્યારે નિરોગી મહિલામાં આ સ્તર ૧૨ થી ૧૫ ગ્રામ પ્રતિ ડેસીલિટર હોવું જોઈએ. 

આથી બોમ્બે બ્લડની ચાર યુનિટ અપાયા બાદ મહિલાની તબિયત સ્થિર થવા લાગી. આ દુર્લભ બ્લડગુ્રપનું લોહી જો મહિલાને ન અપાત તો તેના જીવને જોખમ ઊભું થાત, એવું પણ ડૉક્ટરે જણાવ્યું હતું. આ મહિલા માટે બે યુનિટ લોહી નાગપુરથી ફ્લાઈટમાં ઈંદોર પહોંચાડાયું હતું.



Google NewsGoogle News