Get The App

વિદ્યાર્થિનીની જાતીય સતામણીના કેસમાં નાયર હોસ્પિટલને મહિલા પંચની નોટિસ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થિનીની જાતીય સતામણીના કેસમાં નાયર હોસ્પિટલને મહિલા પંચની નોટિસ 1 - image


ડીન દ્વારા આરોપી પ્રોફેસરને છાવરવામાં આવતા હોવાનો આરોપ

વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ  મહાપાલિકાએ આ કેસમાં શું શું પગલાં ભર્યા તેની વિગતો જણાવવા આદેશ

મુંબઈ  :  મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર વુમન (એમએસસીડબ્લ્યુ) એ સોમવારે નાયર હોસ્પિટલમાં એમબીબીએસની એક વિદ્યાર્થિનીની ફરિયાદને પગલે આ કેસમાં ભરાયેલાં પગલાં બાબતે મહાપાલિકા પાસેથી માહિતી માગતી નોટીસ મોકલી છે. વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો હતો કે અસોસિએટ પ્રોફેસરે તેની જાતીય સતામણી કરી હતી. શરુઆતમાં આરોપી પ્રત્યે નરમ વલણ દાખવી તેને શિક્ષક પદથી હટાવી વહીવટી પોસ્ટ પર મૂકી દેવાયો હતો. જોકે આ બાબતે ફરિયાદ બાદ આરોપી ડૉક્ટરને ગયે અઠવાડિયે પાલિકા દ્વારા  સસ્પેન્ડ કરાયો હતો. 

નાયર હૉસ્પિટલના ડીન ડૉ.સુધીર પર આરોપીઓ પ્રત્યે ઉદાર વલણ દર્શાવાતો હોવાના આરોપો બાદ અ નોટિસ અપાઈ છે.ડીનને સસ્પેન્ડ કરવા અને ઘટનાની સંપૂર્ણ તપાસની  પણ માંગ થઈ છે. 

આ મામલો સૌપ્રથમ માર્ચમાં પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે નાયર હૉસ્પિટલના એમબીબીએસના એક વિદ્યાર્થીએ ફાર્માકોલોજી વિભાગના એક વરિષ્ઠ ફેકલ્ટી સભ્ય સામે ફરિયાદ નોંધાવી હતી. તેમાં તબીબી તપાસ દરમ્યાન અયોગ્ય વર્તનનો આરોપ મૂક્યો હતો. હૉસ્પિટલની પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હરેસમેન્ટ કમિટીએ આ બાબતે તપાસ કરી તારણ કાઢ્યું હતું કે, વિદ્યાર્થીની ફરિયાદ વિશ્વસનીય હતી. તેમણે એવી ભલામણ કરી હતી કે, જ્યાં સુધી સંબંધિત વિદ્યાર્થી તેનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી શિક્ષકની બદલી કરવામાં આવે અને કેસને સંવેદનાહીન રીતે હાથ ધરવા બદલ  માટે હૉસ્પિટલ પ્રશાસનની ટીકા પણ કરી હતી. આરોપી શિક્ષકની બદલી કરવા ઉપરાંત સમિતિએ અન્ય મેડિકલ ફેકલ્ટી સામે પણ કાર્યવાહી કરી હતી જેણે આરોપીની તરફેણમાં જુબાની આપી હતી.

હૉસ્પિટલના વહીવટીતંત્રએ આરોપીઓ પ્રત્યે દાખવેલી ઉદારતા સામે ભારે આક્રોશ સહન કરવો પડયો હતો. વિદ્યાર્થિની ઉપરાંત અન્યો દ્વારા રોષ વ્યક્ત કરાયા બાદ પાલિકાએ ગયા અઠવાડિયે એસોસિએટ પ્રોફેસરને  સસ્પેન્ડ કરી દીધા હતા.



Google NewsGoogle News