શિક્ષકો પાસેથી 2 લાખની લાંચ લેતાં મહિલા શિક્ષણ અધિકારી ઝડપાયાં
7માં પગારના બાકી લાભો માટે લાંચ માગી
2માંથી 1 શિક્ષકે ફરિયાદ કરતાં એસીબીએ છટકું ગોઠવ્યું
મુંબઇ : મહારાષ્ટ્રના ધૂળેમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ એક મહિલા સુપરીટેન્ડેન્ટ અને શિક્ષણ અધિકારી દ્વારા બે શિક્ષકો પાસેથી રુ. બે લાખના લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી મીનાક્ષી ભાખરાવને શિક્ષણ વિભાગમાં ગિરી જિલ્લા પરિષદ કાર્યાલયમાં પેમેન્ટ અને પ્રોવિડન્ટ ફંડ સુપરીટેન્ડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.
જેમાં સાતમાં પગાર પંચના અમલ પછી બાકી ચૂકવણીઓ રિલીઝ કરવા માટે બે શિક્ષકો પાસેથી રુ. બે લાખની લાંચ માંગી હતી. આ ઘટના બાદ તેમાંથી એક શિક્ષકે પોલીસના ે સંપર્ક કર્યો હતો અને ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીએ છટકુ ગોઠવીને મહિલા શિક્ષણ અધિકારીને રુ. બે લાખની લાંચ લેતા રંગે હાથ પકડી પાડવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ બાદ પોલીસે મહિલા શિક્ષણ અધિકારી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.