મુંબઇની લોકલ ટ્રેનમાં ફરી મહિલાઓ વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
મુંબઇની લોકલ ટ્રેનમાં ફરી મહિલાઓ વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ 1 - image


નવી મુંબઇ,તા. 27 સપ્ટેમ્બર 2023, બુધવાર

મુંબઈની લોકલ ટ્રેનોમાં ઘણીવાર મુસાફરોની એટલી મોટી ભીડ હોય છે કે, લોકોને જગ્યા ન મળતાં લટકીને મુસાફરી કરવાની ફરજ પડે છે. મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. નોકરી ધંધાર્થે મોટાભાગના લોકો લોકલ ટ્રેનની મુસાફરીને પસંદ કરે છે. 

આવી સ્થિતિમાં ઘણી વખત મુસાફરો વચ્ચે ક્યારેક સીટને લઈને તો ક્યારેક અન્ય કોઈ બાબતને લઈને ઝઘડો થઇ જાય છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મહિલાએ ટ્રેનના મહિલા કોચને જંગના અખાડામાં ફેરવી દીધો અને બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઈ. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, લોકલ ટ્રેનમાં એક મહિલા એક યુવતી સાથે બોલાચાલી થાય છે. આ તકરાર એટલી બધી વધી જાય છે કે, વૃદ્ધ મહિલા ગુસ્સે થઇને છોકરીને જોરથી થપ્પડ મારી દે છે. જો કે થપ્પડ ખાધા પછી છોકરી તેમની ઉંમરનું માન રાખીને પોતાની સીટ ઉપર બેસી જાય છે પરંતુ આંટી સતત ગુસ્સામાં જ વર્તન કરી રહ્યાં છે.

નોંધનીય છે કે, આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે લોકલ ટ્રેનમાં મહિલાઓને કોઈને કોઈ બાબતે ઝપાઝપી કે ઝઘડો થયો હોય. અગાઉ પણ લોકલ ટ્રેનમાં પુરૂષ અને મહિલા મુસાફરો વચ્ચે ઝઘડાનો વીડિયો સામે આવ્યો છે, પરંતુ મહિલાઓને થપ્પડ મારવાનું આ દૃશ્ય લોકોને હેરાન પમાડે તેવું છે.


Google NewsGoogle News