લોકલમાં 3 લાખના દાગીનાની બેગ મહિલાએ હેમખેમ પોલીસને સોંપી દીધી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
લોકલમાં 3 લાખના દાગીનાની બેગ મહિલાએ હેમખેમ પોલીસને સોંપી દીધી 1 - image


દિવાની મહિલા લોકલમાં બેગ ભૂલી ગઈ હતી

રેલવે પોલીસે બેગ ઉપર જવેલર્સના સરનામાં પરથી બેગની માલિક મહિલાનો પતો મેળવ્યો

મુંબઈ :  લોકલ ટ્રેનમાં ત્રણ લોખની કિંમતના દાગીનાવાળી બેગ ભૂલી જનારી મહિલાને તેના દાગીના અન્ય મહિલા પ્રવાસીની ઇમાનદારીને કારણે પાછા મળ્યા હતા. ડોમ્બિવલી રેલવે પોલીસે મહિલાનો સંપર્ક નંબર બેગ ઉપર સોનીની દુકાનના સરનામા વડે મેળવ્યો હતો. મહિલાને દાગીના પરત કરતી વખતે રેલવે પોલીસે તે મહિલા પ્રવાસીને પણ બોલાવી હતી જેને ટ્રેનમાંથી બેગ મળી હતી.

શનિવારે રુપાલી ખરાડે નામની મહિલા સીએએસટીથી કલ્યાણની ટ્રેનમાં પ્રવાસ કરી રહી હતી. તે જે સીટ ઉપર બેઠી ત્યાં એક બેગ પડી હતી. તે જે સીટ ઉપર બેઠી હતી ત્યાં એક બેગ પડી હતી. આજુબાજુ કોઈ પ્રવાસી ન હોવાથી રુપાલીને લાગ્યુ કે કોઈ પોતાની બેગ ભૂલી ગયું હશે. તેથી તેણે ડોમ્બિવલી સ્ટેશને ઉતરીને દાગીના વાળી બેગ રેલવે પોલીસને સોંપી દીધી હતી. 

વરિષ્ઠ  પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ ઉંદરેની ઉપસ્થિતિમાં આ બેગ ખોલવામાં આવી ત્યારે તેમાંથી ચાર સોનાની વીંટીઓ, કાનની બુટ્ટી, બ્રેસલેટ, ચેન સહિતના ત્રણ લાખની કિંમતના ઘરેણાં હતા. બેગ ઉપર જ્વેલર્સનું સરનામું છપાયેલું હતું. દાગીના જોઈને પોલીસે અંદાજો લગાવ્યો કે ગણેશોત્સવ નિમિત્તે મૂર્તિ માટે ઘરેણાંની ખરીદી થઈ હતી.

બાદમાં સોનાર પાસે જઈને મહિલાનો સંપર્ક નંબર રેલવે પોલીસે મેળવી લીધો હતો. મહિલાનું નામ સુષ્મા હાસે (વય ૩૪) છે અને તે દિવામાં રહે છે. પોલીસે સુષ્માનો સંપર્ક કરીને તેને ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનમાં બોલાવી હતી. સાથે જ પ્રામાણિકતાથી દાગીનાની બેગ પોલીસને આપનારી રુપાલી ખરાડેને પણ બોલાવવામાં આવી હતી. ઉંદરેએ સુષ્માને દાગીના પરત કર્યા ત્યારે સુષ્માએ  રુપાલી અને રેલવે પોલીસ બન્નેનો આભાર વ્યક્ત કર્યો હતો.



Google NewsGoogle News