Get The App

માનવ તસ્કરીના ગુનામાં સંડોવણી બતાવીને મહિલા સાથે 5.88 કરોડની છેતરપિંડી

Updated: Mar 15th, 2025


Google News
Google News
માનવ તસ્કરીના ગુનામાં સંડોવણી બતાવીને મહિલા સાથે 5.88 કરોડની છેતરપિંડી 1 - image


સાયબર ફ્રોડ કેસમાં એક યુવકની ધરપકડ

સાયબર ઠગ ગેંગને પૈસા જમા કરવા બેન્ક ખાતું પૂરું પાડયું

મુંબઈ: સાયબર પોલીસે માનવ તસ્કરીના કેસમાં સંડોવણી હોવાનું કહીને એક મહિલા  સાથે રૂ.૫.૮૮ કરોડની ઓનલાઈન છેતરપિંડી કરવાના મામલામાં ૨૧ વર્ષીય  યુવકની ધરપકડ કરી છે. આરોપીએ સાયબર ઠગ  ટોળકીને બેન્કનું ખાતું પૂરૂં પાડયું હતું.  તે બેન્ક ખાતામાં છેતરપિંડીની અમુક રકમ જમા કરવામાં આવી હોવાનો આરોપ છે. 

મીરા રેોડના રહેવાસી જોહાદ જૈઉલ્લૌહ કાન (ઉ.વ.૨૧)ને પકડીને પોલીસે વધુ તપાસ આદરી છે. 

ફરિયાદી મહિલાને ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ના  એક નકલી પોલીસ અધિકારીનો ફોન આવ્યો હતો.કોલ કરનાર ઠગે પોતાનું નામ સાવંત કહ્યું હતું. તેણે ફરિયાદીને જણાવ્યું કે તેના આધારકાર્ડથી સીમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે. એનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવ્યો હતો. આ સીમ કાર્ડ દ્વારા નાણાંકીય છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારબાદ આ ગેંગે  કેન્દ્રીય એજન્સીના  સ્વાંગમાં આલોક અને મિશ્રાના નામથી મહિલાને વિડીયો કોલ કર્યો હતો.

ભારતીય નાગરિકોએ ગેરકાયદેસર રીતે વિદેશમાં મોકલી તેમની પાસેથી ખંડણી વસૂલ કરવામાં આવે છે અને આ રકમ ખાનગી બેન્ક ખાતામાં જમા થઈ છે. આ ખાતે ફરિયાદની આધારકાર્ડનો ઉપયોગ કરીને ખોલવામાં આવ્યા હોવાનો આરોપ સાયબર ગેંગે કર્યો હતો.

ત્યારબાદ મહિલાને ઓનલાઈન લિંક મોકલવામાં આવી હતી.  પીડિતાને તેના નામના એરેસ્ટ વોરંટ અને માલમત્તા જપ્તીના આદેશની ધમકી આપવામાં આવી હતી. આથી મહિલા ગભરાઈ ગઈ હતી.

આરોપીએ મહિલાની ધરપકડથી બચવા છેતરપિંડીની રકમમાંથી ડિપોઝીટ તરીકે બેન્ક ખાતામાં રૂ.૫.૮૮ કરોડ જમા કરવા કહ્યું હતું.  આમ આરોપીએ આપેલા બેન્ક વિવિધ ખાતામાં ફરિયાદીએ આરટીજીએસ દ્વારા રૂ.૫.૮૮ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.

બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં મહિલાએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બેન્ક ખાતાની માહિતી મેળ વતા આરોપી ખાનના ખાતામાં રૂ.પાંચ લાખ  જમા કરવામાં આવ્યા હોવાનું  માલૂમ પડયું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

Tags :