પતિએ લગ્નનાં 7 વર્ષ સુધી દેહ સબંધ નહિ રાખતાં પત્નીની છૂટાછેડાની અરજી મંજૂર
ભજન કિર્તનમા વ્યસ્ત રહેતો હતો , સંસારમાં રસ નહિ હોવાનો દાવો
તબીબી તપાસમાં પતિ સંબંધ માટે અસમર્થ હોવાનું જણાતાં કોર્ટે અરજી મંજૂર કરી ભરણપોષણ અપાવ્યું
મુંબઈ : પુણેની ઘટનામાં લગ્ન બાદ શરીર સંબંધ નહીં રાખવા એક પ્રકારની ક્રૂરતા હોવાનું નોંધીને એક કેસમાં કોર્ટે પત્નીને છૂટાછેડા મંજૂર કર્યા છે. દોષ ધરાવતા પતિ શરીર સંબંધ રાખી શકતો નહોવાનું તબીબી તપાસ બાદ સિદ્ધ થયાનો દાવો પત્નીએ કર્યો હતો. આને આધારે કોર્ટે ચુકાદો આપ્યો હતો. પતિએ લગ્ન બાદ સાત વર્ષ શરીર સંબંધ રાખ્યો નહોતો.
પતિ શિક્ષક અને પત્ની ગૃહિણી છે બંનેના લગ્ન મે ૨૦૧૪માં થયા હતા. પત્નીએ કરેલી ફરિયાદ અનુસાર પતિ ક્યારેય શરીર સંબંધ બાંધવા આગ્રહ કરતો ન હતો. જાણ કર્યા વિના ભજન કિર્તન કરવા જતો રહે છે. આ બાબતે પૂછવામાં આવતાં સંસારમાં રસ નથી અને સંન્યાસ લેવાનું જણાવે છે.
બીજી બાજુ નોકરીએ નિયમિત જાતો પણ નહોવાથી કંટાળીને તેને પડતો મૂકાયો હતો. નોકરી છૂટી જતાં તેણે છ મહિના પોતાને પીયરે રાખી હતી. નવી નોકરી મળ્યા પછી સાસરે લયાવ્યો હતો પણ તેનો વર્તાવ બદલાયો નહોતો. આસપાસનાલોકોને ઘરે બોલાવીને ભજન, કિર્તન કરતો રહેતો હોય છે.
બાળક થતા ન હોવાથી મિત્રો અને સંબંધી સવાલ કરતા હતા ત્યારે તે પત્નીમાં દોષ હોવાનું કારણ દર્શાવતો હતો. ઘરના લોકોએ પતિની તબીબી તપાસ કરાવતાં તેનામાં શરીર સંબંધ રાખવા અસમર્થહોવાનું જણાયું હતું. આ પ્રકરણમાં પત્નીના વકીલે છૂટાછેડાનો કેસ કર્યો હતો.
પતિની અસમર્થતા હોવા છતાં પત્નીએ સંસાર ટકાવવાનો પ્રયાસ કર્યો અને પતિને ઉપચાર કરાવવાની સલાહ આપી પણ પતિએ પ્રતિસાદ આપ્યો નહોવાથી છૂટાછેડાની અરજી કરી હતી. પતિએ પોતાનો પક્ષ રજૂ ન કર્યો હોવાથી કોર્ટે એકતરફી અરજી મંજૂર કરી હતી.
પત્ની પાસે આવકનું સાધન નહોવાથી પતિ પાસેથી ભરણુપોષણની માગણી કરતાં કોર્ટે દર મહિને સાત હજાર આપવાનો આદેશ આપ્યો છે.