Get The App

વિરારમાં પત્નીની છરીના ઘા કરીને હત્યાઃ પતિની ધરપકડ

Updated: Sep 15th, 2024


Google News
Google News
વિરારમાં પત્નીની છરીના ઘા કરીને હત્યાઃ પતિની ધરપકડ 1 - image


પત્નીના ચારિર્ત્ય પર શંકા હોવાથી પતિએ આ અંતિમ પગલું ઉપાડયું

મુંબઈ: વિરારમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની છરીના ઘા કરીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હત્યા બાદ ફરાર થયેલાં પતિની વિરાર પોલીસે ધરપકડ કરી છે.

વિરાર-ઈસ્ટના મનવેલપાડા વિસ્તારમાં આવેલીએકવીરા ઈમારતમાં રહેતાં ૩૮ વર્ષીય ગોપાલ રાઠોડ અનેતેની ૩૨વર્ષીય પત્ની ભારતી અને ૧૪ વર્ષની દીકરી સાથે રહતો હતો. તેમના લગ્નના ૧૬ વર્ષ થયા હતા અને ગોપાલનો દારૂનો વ્યસની હતો. ગોપાલને તેની પત્નીના ચારિર્ત્ય પર પણ શંકા હતી અનેએ વિષય પરથી તેમના વચ્ચે સતત ઝઘડા થતાં રહેતાં હતા. શુક્રવારે તેમની વચ્ચે ફરી હંમેશાની જેમ ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બન્ને વચ્ચે ભારે બોલાચાલી થઈ ગઈ હોવાથી ગોપાલ ભારે રોષે ભરાય ગયો હતો. ગુસ્સે ભરાયને ગોપાલે તેની પત્ની ભારતીને છાતી અને પેટના ભાગમાં ઘા કર્યા હતા. લોહી વધુ પડતું વહી જતાં ભારતી મૃત્યુ પામી હતી. ઘટના બાદ વિરાર પોલીસે આ મામલામાં હત્યાનો કેસ નોંધ્યો છે. હત્યા બાદ પોલીસે ફરાર થયેલાં પતિની શોધખોળ શરૂ કરી હતી. આ વિશે વિરાર પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા ગોપાલની શોધ હાથ ધરવામાં આવી હતી અને તેની કલ્યાણમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી તેના પત્નીના ચારિર્ત્ય પર શંકા કરતો હતો અને તેને મારતો હતો. આ વિવાદના કારણે હત્યા થઈ હોવાનું પોલીસે જણાય આવ્યું હતું. આરોપી ગોપાલને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને ૧૭ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

Tags :
VirarWife-stabbed-to-deathHusband-arrested

Google News
Google News