પત્ની ડ્રગ વેચે, પત્ની મોબાઈલ તફડાવઃ નવી મુંબઈમાં ગેંગ ઝડપાઈ
આઠ લાખનું હેરોઈન અને 12 લાખના 40 મોબાઈલ જપ્ત
કોપરા ગામે પોલીસે દરોડો પાડતાં મૂળ બંગાળની ટોળકીના ચાર લોકો ઝડપાયા, બે પુરુષ ભાગી છૂટયા
મુંબઈ: નવી મુંબઈ અને આસુાલના શહેરોમાં ડ્રગ્સના વેચાણ સાથે મોબાઈલ તફડાવતી એક જ ગેન્ગના ચાર જણની નવી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. પોલીસે આ લોકો પાસેથી આઠ લાખ રૂપિયાની કિંમતનો હેરોઈનનો જથ્થો અને ૧૨ લાખ રૂપિયાની કિંમતના ચોરીના ૪૦ મોબાઈલ સહિત ૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સંદર્ભે વધુ વિગત આપતા નવી મુંબઈના એપીએમસી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે નવી મુંબઈના કોપરા ગામમાં ધાડ પાડી હતી. આ સમયે અહીં અમુક મહિલા અને પુરૂષ શંકાસ્પદ હાલતમાં ફરતા મળી આવ્યા હતા. પોલીસે આ લોકોને ઘેરી લઈ પકડી પાડયા હતા. આ દરમિયાન બે પુરૂષો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જો કે પોલીસે ૩ મહિલા અને એક પુરુષનેપકડી લીધા હતા.
પોલીસે પકડેલા લોકોમાં મોહમ્મદ જીશાન પપ્પુ, રજીમા શણુદ્દીન શેખ, અકલીના શેખ અને અન્ય એક મહિલાનો સમાવેશ થતો હતો. આમાંથી ૩ આરોપીઓ નવી મુંબઈના જ્યારે એક આરોપી રજીમા શેખ માનખુર્દની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. રજીમાં મુંબઈથી ડ્રગ્સ લઈ અહીંના કોપરા વિસ્તારમાં ડિલીવરી કરવા આવી હતી. પકડાયેલા તમામ લોકો મૂળ પશ્ચિમ બંગાળના વની છે અને એક જ ટોળકીના સભ્યો છ આ ટોળકીમાં મુખ્યત્વે પતિ-પત્નીનો સમાવેશ થાય છે ટોળકીની મહિલાઓ ડ્રગ્સ વેચવાનું જ્યારે તેમના પતિઓ મોબાઈલ ચોરીનું કામ કરે છે. હાલ પોલીસે આ લોકોની ઝીણવટ ભરી પૂછપરછ સાથે ભાગી છૂટેલ લોકોને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.