Get The App

શેરબજારમાં પત્ની દેવાદાર થાય તો પતિ પણ ભરપાઈ માટે જવાબદારઃ સુપ્રીમ કોર્ટ

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
શેરબજારમાં પત્ની દેવાદાર થાય તો પતિ પણ ભરપાઈ માટે જવાબદારઃ સુપ્રીમ કોર્ટ 1 - image


સ્ટોક બ્રોકેરે દેવાં માટે દંપતીનેે જવાબદાર ઠેરવી વસૂલીની માગણી કરી 

દંપતી વચ્ચેનો મૌખિક કરાર પણ કાયદેસર ગણાતો હોવાની સર્વોચ્ચ અદાલતે નોંધ કરીને ટ્રિબ્યુનલના ચુકાદાન બહાલ કર્યો

મુંબઈ -  એક ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે મૌખિક કરારના આધારે પત્નીના ટ્રેડિંગ ખાતામાં રહેલા ડેબિટ બેેલેન્સ માટે પતિને સંયુક્તપણે અને સ્વતંત્રપણે જવાબદાર ઠેરવી શકાતો હોવાનું જણાવ્યું છે.અર્થાત પત્ની શેરબજારમાં  દેવું કર્યું હશે તો તેના માટે પતિ પણ જવાબદાર રહેશે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.

એક કેસમાં સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પતિ-પત્નીમાં મૌખિક કરાર થયો હોય તો  દેવું ે ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકતે છે.એક દંપતીએ શેર બજારમાં રોકાણ કર્યું હતું. પણ કરજ  વધી જતાં કોર્ટમાં કેસ ગયો હતો. ત્યાર બાદ સુપ્રીમકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી.

 પત્નીને શેરબાજરના ખાતામાં મોટું નુકસાન થયું અને દેવું વધી ગયું હતું.  ટ્રિબ્યુનલ સમક્ષ કેસ જતાં પતિ પત્ની બંનેને કર્જદાર ઠેરવાયા હતા. નિર્ણય સામે પતિએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અહીં પણ રાહત અપાઈ નહોતી. મૌકિક કરારના આધારે પણ પત્નીના શેરબજારના  દેવાં માટે પતિને જવાબદાર ઠેરવી શકાય છે, એમ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૧૯૪૭ના કાયદાના આધારે કોર્ટે ટ્રિબ્યુનલ પતિ પર આર્થિક જવાબદારી લાદી શકે છે, એમ જણાવ્યું હતું.

અપીલકર્તા સ્ટોક બ્રોકર પાસે પત્ની અને પતિ સ્વતંત્ર  ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવતાં હતાં, પણ તે સંયુક્તપણે આ ખાતા ચલાવતા હતા. પત્નીને થયેલા નુકસાન પતિના ખાતામાંથી ભરપાઈ કરવામાં આવ્યું હતું. બજાર તૂટી પડયા બાદ ડેબિટ બેલેન્સમાં નોંધપાત્ર વધારો થયો હતો. આથી સ્ટોક બ્રોકેરે દેવાં માટે બંનેને જવાબદાર ઠેરવ્યા અને ટ્રિબ્યુનલ પાસે વસૂલીની માગણી કરી હતી.

સ્ટોક બ્રોકરના દાવાને પતિએ પડકાર્યો હતો અને જણાવ્યું હતું કે પોતાની બાજુ ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેમ જ ટ્રિબ્યુનલે સ્ટોક બ્રોકરની તરફેણમાં ચુકાદો આપ્યો અને પોતાને સ્વતંત્ર રીતે જવાબદાર ઠેરવ્યો હોવાનું પતિએ જણાવ્યું હતું. પતિએ પડકાર ફેંકતા ટ્રિબ્યનલે આ  દેવું બંનેની સંયુક્ત જવાબદારી હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ચુકાદાને માન્યતા આપીને પતિને નવ ટકા વાર્ષિક વ્યાજ સાથે ૧,૧૮,૫૮૦૦૦ની ચૂકવણી કરવી પડશે, એમ આદેશમાં જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ નિર્ણયને લીધે શેરબજારમાં રોકાણ કરનારા દંપતીઓ વચ્ચેના મૌખિક કરાર પણ કાયદેસર   ગણી શકાય છે અને પત્નીની દેવાદારી થતાં તેની ભરપાઈ પતિએ પણ સહન કરવી પડી શકે છે, એમ સ્પષ્ટ થયું છે.


Google NewsGoogle News