શા માટે અજીત પવાર શિંદેથી અને દેવેન્દ્ર ફડણવીસ પવારથી નારાજ છે? ચૂંટણી પહેલા મહાયુતિમાં નારાજગીનો માહોલ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના માટે તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગેલા છે.
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ઘણા
દિવસોથી CM એકનાથ શિંદે, ડેપ્યુટી CM અજિત પવાર અને
દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મહાયુતિમાં બધુ ઠીક
ની. ધર્મને લઈનેનિવેદનો,લાડલી બેહન યોજના, મહામંડળનું
વિસ્તરણ, બેઠકોની વહેંચણી, આ બધી ઘટનાઓ છે જેના કારણે મહાયુતિમાં નારાજગી ચાલી રહી છે.
મહાયુતિના નેતાઓ એકબીજાથી કેમ નારાજ છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર લાડલી બેહન યોજનાને લઈને સીએમ એકનાથ શિંદે ડેપ્યુટી CM અજિત પવારથી નારાજ છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર હિંદુ-મુસ્લિમ પરના નિવેદનોથી ભાજપથી નારાજ છે. અજિત પવાર મહામંડળોના વિસ્તરણને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેથી નારાજ છે, જ્યારે ભાજપ સીટોની વહેંચણીને લઈને એકનાથ શિંદે અને અજિત પવારથી નારાજ છે. મહાયુતિની અંદરનો આ નારાજગી અનેક વખતે લોકોની સામે જોવા મળી છે.
મહારાષ્ટ્રમાં 2024ની લોકસભા ચૂંટણીમાં NDAને MVA સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રની આ સરકારને ટ્રિપલ
એન્જિન સરકાર કહેવામાં આવે છે, જો કે ત્રણેય પક્ષોના એકબીજા પરના
ગુસ્સાને કારણે આ સરકારને બ્રેક લાગી છે, જેનું નુકશાન
વિધાનસભાને થઇ શકે છે. એક વર્ષ પહેલા મહારાષ્ટ્ર સરકારમાં અજિત પવારની એન્ટ્રીથી એકનાથ
શિંદેની શિવસેના નારાજ હતી.
અજિત પવારની પાર્ટીએ પણ શિંદે
સરકારમાંથી મંત્રી પદ લીધું, જેના કારણે શિંદેના ધારાસભ્યો વધુ
નારાજ થયા. હવે નારાજ ધારાસભ્યોને મહામંડળ આપીને એકનાથ શિંદેને ખુશ કરવામાં આવી
રહ્યા છે. બીજી તરફ અજિત પવાર નારાજ થઈ રહ્યા છે.
અજિત પવાર હિંદુત્વ મુદ્દે નારાજ
મહારાષ્ટ્રની ટ્રિપલ એન્જિન સરકારમાં,
એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ કટ્ટર
હિન્દુત્વવાદી પક્ષો છે, જ્યારે બીજી તરફ, અજિત પવાર સેક્લુલર લાઇન લઇને ચાલે છે.
અજિત પવારની પાર્ટી પણ શિવસેના શિંદે
જૂથના સંજય ગાયકવાડ, સંજય શિરસાટ અને BJP ધારાસભ્ય નીતિશ
રાણે, સાંસદ અનિલ બોંડે સહિત અન્યોના વિવાદાસ્પદ
નિવેદનોથી નારાજ છે.
ડેપ્યુટી CM અજિત પવાર જૂથના કેટલાક નેતાઓએ સીધા દિલ્હી જઈને શિંદે જૂથ અને સાંપ્રદાયિક નિવેદનો કરનારા ભાજપના નેતાઓ સામે ફરિયાદ કરવાની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે, કેટલાક નેતાઓના વાહિયાત નિવેદનો દ્વારા વિપક્ષ મહાયુતિને સતત બદનામ કરી રહ્યો છે. સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેની અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર પડી શકે છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લાડલી બહેનના મુદ્દા પર અગાઉની કેબિનેટમાં અજિત પવારના મંત્રીઓનો સીધો મુકાબલો કર્યો હતો. સીટોની વહેંચણીને લઈને એકનાથ શિંદે અને અજિત પવારની ડિમાન્ડથી ભાજપ કંટાળી ગઈ છે, તેથી હવે તે દેવેન્દ્ર ફડણવીસને વચ્ચે રાખીને બધું વ્યવસ્થિત રાખવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: CM યોગીએ રોજગાર મેળામાં એક વિદ્યાર્થીને સ્માર્ટફોન આપ્યો અને કાર્યક્રમથી બહાર નીકળતાં જ...