Get The App

દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેની પૂછપરછ કેમ જરુરી : હાઈકોર્ટનો સવાલ

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
દિશા સાલિયન કેસમાં આદિત્ય ઠાકરેની પૂછપરછ કેમ જરુરી :  હાઈકોર્ટનો સવાલ 1 - image


આદિત્યની અટકાયતની માગણી કરનારા અરજદારને સવાલ

સુશાંતના મોત વખતે આદિત્ય રિયાના ફોનકોલ્સ, દિશાના મોત વખતના સીસીટીવી ફૂટેજની તપાસની પણ માંગ

મુંબઈ -  દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનની આત્મહત્યાના કેસમાં આદિત્ય ઠાકરેને તાબામાં લઈને તપાસ કરવાની પરવાનગી આપવામાં આવે એવી અરજી દ્વારા કરાયેલી માગણી પર કોર્ટે અરજદારને કારણ દર્શાવવા આદેશ આપ્યો છે. આદિત્ય ઠાકરેને તાબામાં લઈને પૂછપરછ શા માટે કરવી એનો ખુલાસો કોર્ટે માગ્યો છે. અરજદારનો હેતુ શું છે એની પણ માહિતી કોર્ટે મગાવી છે. કોર્ટે બે સપ્તાહનો સમય અરજદારને આપ્યો છે.

આ કેસમાં આદિત્ય ઠાકરેએ પણ કોર્ટમાં મધ્યસ્થી અરજી કરી હતી, જેની સુનાવણી આજે થઈ હતી. સાલિયન અને સુશાંતની આત્મહત્યાના કેસમાં આદિત્યને તાબામાં લઈને પૂછપરછ કરવાની અરજી રાશીદ ખાને કરી હતી.

આઠ જૂન ૨૦૨૦નારોજ દિશા, આદિત્ય ઠાકરે, રાહુલ કનાલ, સૂરજ પંચોલી, સચિન વાઝે, એકતા કપૂરના મોબાઈલ લોકેશન તપાસવામાં આવે કેમ કે એ રાત્રે આ બધા ૧૦૦ મીટરના પરિસરમાં સાથે હતા. ૧૩ અને ૧૪ જૂન ૨૦૨૦ના રોજ સુશાંત રાજપૂત, રિયા ચક્રબોર્તી, આદિત્ય ઠાકરે, અરબાઝ ખાન, સંદીપ સિંહ, શૌવિક ચક્રબોર્તી એમ તમામના મોબાઈલ લોકેશન તપાસવામાં આવે. આ બે દિવસોમાં આસપાસના પરિસરમાં આદિત્ય ઠાકરે સંબંધીત સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે એવી વિનંતી અરજદારે કરી હતી.

સુશાંતનું મોત થયું એ દરમ્યાન આદિત્ય અને રિયા ચક્રબોર્તી સાથે ૪૪ વાર ફોન પર શું વાત થઈ હતી? એવી તપાસ જરૃરી છે. દિશા અને સુશાંતના મોત પર સવાલ ઉઠાવતા પુરાવાની તપાસ થવી જરૃરી હોવાનું અરજીમાં જણાવાયું હતું.

ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ આદિત્ય ઠાકરે પર કરેલા નાના બાળકના જાતીય શોષણ બાબતના આરોપની સઘન તપાસ કરવાની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અસીલના સંગઠનના અધ્યક્ષ રાશીદ ખાન પઠાણે અરજીમાં આ માગણી કરાઈ હતી.

અરજીમાં ગંભીર આરોપ કરાયા છે. અનેક તપાસ એજન્સી તપાસ કરી રહી છે, તો તમારે આરોપ કરવા જેવું કેમ લાગે છે એવો સવાલ કોર્ટે અરજદારને કર્યો હતો. કોર્ટે બે સપ્તાહનો સમય આપ્યો છે.



Google NewsGoogle News