રશ્મી શુક્લાનો અહેવાલ સીબીઆઈને કેમ નથી આપતા? : હાઈ કોર્ટનો સવાલ
ફોન ટેપિંગ પ્રકરણ
અહેવાલનો ઉપયોગ માત્ર દેશમુખ સામે જ કરવામાં આવશે એવી સીબીઆઈની ખાતરી
મુંબઈ : માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને અન્યો સામે નોંધાયેલી એફઆઈઆર સબંધી સીબીઆઈએ માગેલા દસ્તાવેજો કેમ સોંપતા નથી એવો સવાલ મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈ કોર્ટેે કર્યો છે.
કોર્ટે સરકારી વકિલને સૂચના લેવા જણાવ્યું છે કે દેશમુખ અને રાજ્ય સરકારે સીબીઆઈ એફઆઈઆર સામે ની અરજી રદબાતલ કરતા હાઈકોર્ટના ૨૨ જુલાઈના આદેશ અનુસાર તેઓે કયા દસ્તાવેજો સેન્ટ્રલ એજન્સીને આપવા માગે છે.
દેશમુખ અને અન્યો સામેની એફઆઈઆર અંગેના દસ્તાવેજો પૂરા પાડવા રાજ્ય સરકારને નિર્દેશ ઈચ્છતી સીબીઆઈની અરજીની સુનાવણી ચાલી રહી હતી.કોર્ટના આદેશ અનુસાર દસ્તાવેજો સોંપવામાં મહારાષ્ટ્ર પોલીસ સહકાર આપતી નહોવાનો સીબીઆઈએ આરોપ કર્યો હતો.
સીબીઆઈ અરજીમાં જણાવાયું હતું કે વરિષ્ઠ આઈપીએસ અધિકારી રશ્મી શુક્લાએ પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ભ્ગિમાં કથિત ભ્રષ્ટાચાર થયાનું જણાવતા આપેલા પત્ર અથવા અહેવાલ અંગે માહિતી તેમ જ પ્રમાણિત નકલો મેળવવા મહારાષ્ટ્ર પોલીસને લેખિતમાં જણાવ્યું છેે. જોકે સરકારે હાઈકોર્ટના આદેશનો ભંગ કરીને આ દસ્તાવેજો આપવાનો ઈનકાર કર્યો છે.
સરકારે જવાબમાં જણાવ્યું છે કે સીબીઆઈની આખી અરજી અસ્પષ્ટ છે અને અ ાદસ્તાવેજો સીબીઆઈની તપાસમાં કઈ રીતે મહત્વના છે એના પર કોઈ સ્પષ્ટતા નથી અને સેન્ટ્રલ એજન્સી કોર્ટના આદેશનો દુરુપયોગ કરીને એથોરિટી બાહર કાર્ય કરી રહી છે. આવી માગણી કરીને સીબીઆઈ સાઈબર પોલીસ સ્ટેશનની તપાસમાં દખલ કરી રહી છે.
સીબીઆઈ વતી એડિશનલ સોલિસિટજ નજરલ અમન લેખીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો જવાબ ખોટા અર્થઘટન સાથેનો છે. સરકાર બળદબુદ્ધિ વાપરીને હાઈકોર્ટના આદેશને અવગણી રહી છે અને નકાર આપી રહી છે. તપાસને હતાશ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવીરહ્યા છે. રાજ્ય સરકાર રશ્મી શુક્લાના રિપોર્ટને દબાવીને બેસી રહી શકે નહીં અને તેને આપવાનો ઈનકાર કરી શકે નહીં. રશ્મી શુક્લના અહેવાલની વિગત દેશમુખ સિવાય અન્ય કોઈની સામે વપરાશે નહીં, પણ સરકાર હેતુપૂર્વક છુપાવી રહી છે , જ્યારે તપાસ માટે તે જરૃરી છે.
અમારી પાસે શબ્દો નથી, પણ સરકાર આવું કેમ કરી રહી છે? સીબીઆઈએ માગેલા દસ્તાવેજો આપશો નહીં તો તેઓ નક્કી કઈરીતેકરશેે કે દેશમુખ કેટલો સમય પોર્ટફોલિયો સંભાળતા હતા માત્ર એ જ મહત્ત્વનું છેે, એમ ન્યા. શિંદેએ જણાવ્યું હતું.
જો અહેવાલ તેઓ ચુકાદાનો ભંગ કરીને વાપરે ત્યારે તમને ફરિયાદ કરી શકો છે, હમમા શા માટે વાંધો ઉઠાવો છો? આ તબક્કે મહેરબાની કરીને દસ્તાવેજ આપવાનો વિચાર કરો. સરકાર પાસેથી સહાનુભૂતિપૂર્વકના ઉકેલ સાથેેનો જવાબ માગીને કોર્ટે ૨૪ઓગસ્ટ પર સુનાવણી રાખી છે.