આંદોલન હિંસક નહીં બને એની જવાદારી કોણ લેશે? જરાંગેને હાઈકોર્ટનો સવાલ

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
આંદોલન હિંસક નહીં બને એની જવાદારી કોણ લેશે? જરાંગેને હાઈકોર્ટનો સવાલ 1 - image


રસ્તા રોકો આંદોલનના એલાન સંદર્ભમાં ખુલાસો માગ્યો

જરાંગેના વકીલે આંદોલન શાંતિપૂર્ણ રહેવાની ખાતરી આપી, જોકે સરકાર કોર્ટને ખભે બંદુક મુકી રહી હોવાનો પણ આરોપ

મુંબઈ : રાજ્ય સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવા વિશેષ અધિવેશન લઈને  એકમતે ઠરાવ મંજૂર  કરવા છતાં અમને જોઈતું નથી એ આરક્ષણ આપવામાં આવે છે. અમને ઓબીસીમાંથી આરક્ષણ આપવામાં આવે એવી માગણીને લઈને  જરાંગેએ ફરી આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. આથી હાઈકોર્ટે મનોજ જરાંગે પાટીલે લીધેલી ભૂમિકા પર સ્પષ્ટીકરણ આપવાનો નિર્દેશ  આપ્યો છે. 

જરાંગે અને મરાઠા આંદોલન સમિતિ પ્રસ્તાવિત આંદોલન કઈ રીતે કરવાના છે? આંદોલન હિંસક રહેશે  નહીં, એની જવાબદારી કોઈ લેવાનું છે? એવા સવાલ કર્યા છે.રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ થશે નહીં એની જવાબદારી લેશો? વગેરે મુદ્દા પર મનોજ જરાંગેએ ભૂમિકા સ્પષ્ટ કરવાનો નિર્દેશ હાઈકોર્ટે આપ્યો છે. અમારું આંદોલન શાંતિપૂર્વકનું રહેશે એમ જરાંગેના વકિલે હાઈકોર્ટની ખાતરી આપી હતી.

જરાંગેએ પોતાની માગણી માન્ય કરાવવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે.આવતા ૨૪ ફેબુ્રઆરીથી દરરોજ રાજ્યના દરેક ગામમાં એક સાથે રસ્તારોકો કરશે. આંદોલન હિંસક થવા દેવું નથી, એમ જરાંગેએ જણાવ્યું છે. પહેલી માર્ચથી રાજ્યના વૃદ્ધ, મહિલા અને પુરુષ આમરણ ઉપવાસ પર બેસશે. આંદોલનમાં કોઈનો જીવ જાય તો સરકારની જવાબદારી હશે. ત્યાર બાદ ત્રીજી માર્ચે રાજ્યના જિલ્લાઓમાં કોઈ એક જ જગ્યાએ એક જ રસ્તા રોકો કરવાનું જરાંગેએ જણાવ્યું છે.

રાજ્યના અડેવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જરાંગે પાટીલે ફરી રસ્તા રોકોની હાકલ કરી છે. તેણે  લાકોને લગ્ન જેવા મહત્ત્વના પ્રસંગો મોકૂફ રાખવા જણાવ્યું છે કેમ કે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થવાના છે.  

જરાંગે પાટિલના વકિલે મૂળ અરજદાર ગુણરત્ન સદાવર્તેના બદલે સરકાર દ્વારા તાકીદની સુનાવણીની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો હતો. જોઈ કંઈ ખોટું થાય તો સરકાર પાસે સત્તા છે. જો સરકાર નિસહાય મહેસૂસ કરતી હોય તો તેણે કોર્ટમાં અરજી કરીને કોર્ટની મદદની વિનંતી કરવી જોઈએ. ત્યાર  પછી અમે અરજીનો જવાબ આપીશું. 

જરાંગેના વકિલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર કોર્ટના ખભા પર બંદૂક રાખીને ગોળી ચલાવી રહી છે. એક તરફ આંદોલનકારીઓ સાથે સરકાર  વાટાઘાટો  કરે  છે અને બીજી તરફ તેમના વિરુદ્ધ કોર્ટનો આદેશ પણ માગે છે.

કોર્ટે જરાંગેનું આંદોલન શાંતિપૂર્વકનું રહેશેકે નહીં એની ખાતરી કરવા જણાવ્યું હતું. વકિલે ખાતરી આપ્યા બાદ કોર્ટે સુનાવણી ૨૬ ફેબુ્રઆરી પર રાખી હતી.


Google NewsGoogle News