મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે હાઇટાઈડનું જોખમ, ઘરોમાં ઘૂસ્યા પાણી, નાગપુરમાં શાળા-કોલેજો બંધ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
heavy rain in Mumbai
Image : Twitter

Mumbai Rain: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે (20 જુલાઈ) સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ સેવા પર પણ અસર જોવા મળી હતી. 

મુંબઈ પાણી-પાણી થઈ ગયું

અનરાધાર વરસાદથી માયાનગરી મુંબઈ પાણી-પાણી થઈ ગયું હતું.  શહેરમાં અનેક લોકોના ઘરોમાં પણ-પાણી ઘુસી ગયા છે. વરસાદ વચ્ચે હવમાન વિભાગ (IMD)એ મુંબઈમાં આવતીકાલે (21 જુલાઈ) મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈ માટે આગામી બે દિવસ 21 અને 22 જુલાઈ ભારે વરસાદની શક્યતા છે. તેમજ આજે (20 જુલાઈ) રાત્રે લગભગ 9 વાગ્યે હાઈટાઈડની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. દરિયાકાંઠે 10 ફૂટથી વધુ ઊંચા મોજાં ઉછળવાની અપેક્ષા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચેતવણી આપવામાં આવી છે.

બંગાળની ખાડીનું લો પ્રેશર ઘટવાની સંભાવના

બંગાળની ખાડીનું લો પ્રેશર 21-22 જુલાઈ સુધીમાં ઘટવાની સંભાવના છે. જોકે, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આગામી 4-5 દિવસમાં એટલે કે 25-26 જુલાઈ સુધી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ત્યારબાદ પણ વરસાદ સંપૂર્ણપણે બંધ થવાનો નથી. દેશની આર્થિક રાજધાની મુંબઈ જુલાઈમાં માસિક વરસાદનો મોટો રેકોર્ડ બનવા તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. 

આ પણ વાંચો : બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં, આ દેશમાં મોટી દુર્ઘટનામાં 11નાં મોતથી હડકંપ

નાગપુરમાં ભારે વરસાદ, શાળાઓ બંધ

મુંબઈ ઉપરાંત નાગપુરમાં પણ વહેલી સવારે શરૂ થયેલો ભારે વરસાદના હાલ બંધ થવાના કોઈ અણસાર નથી. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરો, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે હાલત એટલી ખરાબ છે કે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. નાગપુરના ડીએમએ શાળાઓ બંધ રાખવા અંગે એડવાઈઝરી પણ જાહેર કરી છે.

આ પણ વાંચો : આ છે ભારતનો સૌથી મોંઘો રસ્તો, આવવા - જવા પર લાગે છે આટલો ખર્ચ

મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે હાઇટાઈડનું જોખમ, ઘરોમાં ઘૂસ્યા પાણી, નાગપુરમાં શાળા-કોલેજો બંધ 2 - image


Google NewsGoogle News