સલમાન જાતે આવીને માફી માગે તો વિચારીશું : બિશ્નોઈ સમાજ
સોમી અલીએ માગેલી માફીનો અસ્વીકાર
સલમાન અમારા મંદિરમાં આવે અને ભવિષ્યમાં આવું કૃત્ય નહિ કરવાના સોગંદ લે તેવી પણ માંગ
મુંબઇ : બ્લેકબકના શિકાર માટે સલમાન જાતે આવીને માફી માગે તો વિચારશું. સોમી અલી તેના વતી માફી માગે તે નહિ ચાલે એમ બિશ્નોઈ સમાજે જણાવ્યું છે.
થોડા દિવસો પહેલાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ સલમાન વતી માફી માગી હતી અને સલમાન પર જીવનું જોખમ ન રહે તે માટે બિશ્નોઈ સમાજને અપીલ કરી હતી.
જોકે, બિશ્નોઈ સમુદાયે આ માફી ફગાવી દીધી છે. ઓલ ઇન્ડિયા બિશ્નોઈ સમાજના પ્રમુખ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે જે પાપ થયું છે તે સોમી અલીથી નહિ પણ સલમાનથી થયું છે. એકના પાપ માટે બીજી વ્યક્તિ માફી માગે તે ચાલે નહિ. સલમાન જાતે અમારા મંદિરમાં આવે. તેનાં કૃત્ય માટે પશ્ચાતાપ વ્યક્ત કરે અને સાથે સાથે આ વન્ય પ્રાણીના જતન માટે સોગંદ આપે તો સમાજ વિચારી શકે. અમારો સમાજ ૨૯ સિદ્ધાંતોમાં માને છે તેમાંનો એક માફીનો પણ છે.
ઉલ્લેનખનીય છે કે, સલમાન ખાને ૧૯૯૮માં ફિલ્મ 'હમ સાથ સાથ હ'ૈના શૂટિંગ દરમિયાન જોધપુર પાસે કાળા હરણનો શિકાર કર્યો હતો. તે પછી તેની સામે કાનૂની કેસ પણ થયો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગ ત્યારથી સલમાનની પાછળ પડી ગઈ છે અને તાજેતરમાં આ ગેંગે સલમાન ખાનના ઘર પર ગોળીબાર પણ કરાવ્યો હતો.