અમે બિંદીઓ કાઢી નાખી, 'અલ્લાહુ અકબર'ના નારા લગાવ્યા
પહલગામ પીડિતની પત્નીની વ્યથા
ધાર્મિક ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટેરરિસ્ટે મહિલાના પતિ અને મિત્રને છોડયા નહીં
મુંબઈ - હુમલાખોરોને અઝાન કહેવાનું કહેતા જોયા બાદ અમે ઝડપથી અમારા કપાળ પરની બિંદીઓ કાઢી નાખી અને અલ્લાહુ અકબરના નારા લગાવવાનું શરૃ કર્યું હતું, એમ પહેલગામ પીડિત કૌસ્તુભ ગણબોટેની પત્નીએ કહ્યું હતું. ધાર્મિક ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો છતાં આતંકવાદીઓએ મહિલાના પતિ અને મિત્રને છોડયા નહોતા.
પુણેના આતંકવાદીઓની ગોળીનો ભોગ બનેલા કૌસ્તુભ ગણબોટેની પત્ની સંગીતા ગણબોટેએ જણાવ્યું હતું કે 'એક સ્થાનિક મુસ્લિમ વ્યક્તિએ હુમલાખોરોનો સામનો કર્યો અને પૂછ્યું કે તેઓ નિર્દોષ લોકોને કેમ મારી રહ્યા છે. ત્યારે આતંકવાદીઓએ તેના કપડા ઉતારી દીધા અને ગોળી મારી હતી.
શોકગ્રસ્ત પરિવારના સભ્યોની એનસીપી (એસપીપી)ના વડા શરદ પવારે મુલાકાત લીધી ત્યારે સંગીતા ગણબોટેએ પોતાનો કરુણ અનુભવ સંભળાવ્યો હતો. પવારે દિવ્યંગ આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી.
હુમલામાં કૌસ્તુભ ઉપરાંત તેંમના મિત્ર સંતોષ જગદાલેએ જીવ ગુમાવ્યો હતો. બન્ને પરિવાર સાથે ફરવા ગયા હતા.
પહલગામના બૈસરન ખાતે આતંકવાદીઓ તેમને રોક્યા અને ધર્મ સંબંધિત પ્રશ્ન પૂછવાનું શરૃ કર્યું હતું.
'આતંકવાદીઓઅ ે બધાને અઝાન કહેવા માટે આગ્રહ કરી રહ્યા હતા. જ્યારે મારા પતિના મિત્ર જગદાલેને આતંકવાદીઓએ બોલાવ્યા અને પૂછ્યું કે શું તે અઝાન કરી શકે છે. ત્યારે ગુ્રપની બધી મહિલાઓએ તરત જ કપાળ પરથી બિંદીઓ કાઢી નાખી અને અલ્લાહુ અકબરના નારા લગાવવાનું પરંતુ આતંકવાદીઓએ જગદાલે અને ગણબોટેને મારી નાખ્યા અને નાસી ગયા હત એમ પોતાના આંસુ રોકી ન શકતા સંગીતા ગણબોટેએ જણાવ્યું હતું.