અમે થાક્યા, એન્કાઉન્ટરનો કેસ હવે નથી લડવોઃ અક્ષય શિંદેના માતાપિતાની અરજી
બદલાપુર જાતીય અત્યાચારના બનાવ બાદ એન્કાઉન્ટર થયું હતું
લોકોનો બહુ ત્રાસ છે, દોડધામ થતી નથી,ન્યાયમૂર્તિઓને વ્યક્તિગત મળી રજૂઆતઃ આજે હાઈકોર્ટ કોઈ નિર્ણય કરે તેવી સંભાવના
મુંબઈ - બદલાપુર જાતીય અત્યાચાર કેસના આરોપી અક્ષય શિંદેના માતાપિતાએ પુત્રના મૃત્યુ સંબંધી કેસ હવે લડવા માગતા ન હોવાનું બોમ્બે હાઈકોર્ટમાં ગુરુવારે જણાવ્યું હતું. પોલીસ કસ્ટડીમાં પુત્રના થયેલા મૃત્યુ સંબંધી અરજીની સુનાવણી કરી રહેલી બેન્ચ સમક્ષ શિંદેના માતાપિતાએ અપીલ કરી હતી.
શિંદેના પિતા અન્ના શિંદેએ આરોપ કર્યો હતો કે પુત્રને પોલીસે બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખ્યો છે. ગુરુવારે સુનાવણીના અંતમાં દંપતીએ જજો સાથે વાત કરવાની પરવાનગીમાગી હતી. આથી કોર્ટરૃમમાંથી બધાને બહારકાઢવામાં આવ્યા હતા. જજ પાસે જઈને દંપતીએ જણાવ્યું હતું કે આ કેસ હવે તેઓ લડવા માગતા નથી અને કેસ બંધ કરવામાં આવે. પોતે કોઈના દબાણમાં નથી અને જાતે જ આ નિર્ણય લીધો છે. લોકોનો બહુ ત્રાસ છે અમને આ દોડધામ હવે કરી શકીએ તેમ નથી, એમ તેમણે કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો અને હવે આ બાબતે આવતીકાલે કોર્ટ નિર્ણય આપશે.
શિંદે વતી કોર્ટમાં કેસ લડી રહેલા વકીલે જણાવ્યું હતું કે શિંદેના માતાપિતા કહે એ મહત્ત્વનું નથી, કાયદો શું કહે છે એ મહત્ત્વનું છે. તેમના કહ્યા પ્રમાણે થશે તો કોઈપણ શ્રીમંત ગરીહોને મારશે અને બાદમાં કોર્ટ સામે આવીને કેસચલાવવાની ઈચ્છા નથી એમ કહી દેવાના ચીલો પડી જશે અને શ્રીમંતોને ગરીબોની હત્યા કરવાનો પરવાનો મળી જશે. આથી આવો ચિલો પડે નહીં એવી કોર્ટ પાસે અપેક્ષા છે, એમ વકિલે જણાવ્યું હતું.
અક્ષય શિંદે સામે બદલાપુરની શાળાના શૌચાલયમાં બે સગીર બાળકી સાથે જાતીય અત્યાચાર ક્યાનો આરોપ હતો. સ્કૂલમાં અટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. નવી મુંબઈ તળોજા જેલમાંથી થાણે પૂછપરછ માટે લઈ જવાતો હતો ત્યારે પોલીસ વાનમાં થયેલા કથિત એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ઘટનાની મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ થઈ હતી અને ગયા મહિને રજૂ કરાયેલા તપાસ અહેવાલમાં પાંચ પોલીસ કર્મચારીને શિંદેના મોત બદલ દોષિત ઠેરવાયા હતા.
સરકારી વકિલે કથિત એન્કાઉન્ટરની તપાસ માટે મેજિસ્ટ્રેટે ધ્યાનમાં લીધેલી અમુક બાબતો તપાસવાનો નિર્દેશ આપવાની અરજી કરી હતી.મેજિસ્ટ્રેટે સાક્ષીદારોના નિવેદન અલગથી લીધા હોવાથી પોલીસ પાસે વિગત નથી. પોલીસ તપાસ હજી પૂરી થઈ નથી તેઓ હજી સાહિત્ય તપાસી શકે છે એમ સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું હતું. કોર્ટે શુક્રવારે સુનાવણી રાખી છે.
સંબંધીત અધિકારીઓ સામે
ફોજદારી કાર્યવાહીની વાલીેની માગ
દરમ્યાન મહિલા પોલીસ અધિકારી સામે સસ્પેન્સન સાથે બે વર્ષનો પગારવધારો રોકવાની કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત બે હવાલદારને સમજણ આપવામાં આવી છે. આ કાર્યવાહી પુરતી ન હોવાનું જણાવીને પીડિત બાળકીના માતાપિતાના વકિલોએ કોર્ટને જણાવ્યું હતું. સંબંધીત અધિકારી પર ફૌજદારી કાર્યવાહીની માગણી કરી હતી. કોર્ટે આ બાબતની દખલ લઈને ત્રણ સપ્તાહમાં ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ સરકારી વકિલને આપ્યો છે.