દર્દીઓના સ્વજનોની આપવીતી, દવા લેવા અમને બહાર દોડાવાય છે

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
દર્દીઓના સ્વજનોની આપવીતી, દવા લેવા અમને બહાર દોડાવાય છે 1 - image


ડોક્ટરો કહે છે અહીં દવા નહીં મળે

દૂર દૂરના ગામોમાંથી સારવાર માટે આવેલા દર્દીઓના સ્વજનો દવા લેવાના પૈસા નહીં હોવાથી અટવાયા 

મુંબઈ : નાંદેડની સરકારી હોસ્પિટલમાં દવાઓની કોઈ અછત નહીં હોવાની સરકારી ગુલબાંગો વચ્ચે કેટલાય દર્દીઓના સ્વજનોએ સ્થાનિક મીડિયાન ેજણાવ્યું હતું કે હોસ્પિટલમાં પૂરતી દવાઓ છે જ નહીં. 

પોતાના પુત્રની ડેન્ગ્યૂની સારવાર માટે આવેલી એક મહિલાએ કહ્યું હતું કે હોસ્પિટલમાં દવાઓ જ નથી. ડોક્ટરો જ કહે છે કે અહીંથી દવા મળશે નહીં. તમારે બહારથી લઈ આવવી પડશે. 

અન્ય  સ્વજનોએ કહ્યુ ંહતું કે તેઓ દૂર દૂરથી આવે છે. સરકારી હોસ્પિટલમાં સારવાર તથા દવા માટે તત્કાળ પૈસા નહીં ભરવા પડે તેવી તેમની ધારણા હતી. પરંતુ, અહીં ડોક્ટરો તેમને બહાર જઈ દવા લાવવાનું કહે છે. અમારી પાસે દવા લાવવા જેટલા પૈસા પણ નથી.



Google NewsGoogle News