Get The App

કરોડોની વસિયતના કેસમાં બેન્ક ઓફ બરોડાના મેનેજર સામે વોરંટ

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
કરોડોની વસિયતના કેસમાં બેન્ક ઓફ બરોડાના મેનેજર સામે વોરંટ 1 - image


કેરટેકરને નામે  વસિયત કરવામાં અસહકારનો આરોપ

કેરટેકરને 30 વર્ષ બાદ વસિયતની નકલ મળી, બેન્ક દ્વારા આનુષિંગિક કાર્યવાહીમાં ધક્કા ખવડાવાયાઃ કોર્ટમાં પણ ગેરહાજર

મુંબઈ :   કુંવારીકાએ પોતાની જંગમ મિલકત પોતાના કેરટેકરને નામે કરી દીધી હોવાના વસિયતના કેસમાં ફોર્ટની બેન્ક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર રાકેશ ગર્ગ સામે બોમ્બે હાઈ કોર્ટે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યો છે.

પોતાની તરફેણમાં પ્રોબેટેડ વિલ હોવા છતાં ત્રણ બેન્કો તેને સહકાર આપતી નહોવાની ૪૯ વર્ષિય કેરટેકરે કરેલી વચગાળાની અરજીમાં ન્યા. મનિષ પિતળેએ આદેશ આપ્યો હતો. 

અગાઉ કોર્ટે ત્રણે બેન્કોને નોટિસ જારી કરી હતી. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) અને સેન્ટ્રલ  બેન્ક ઓફ ઈન્ડિયા (સીબીઆઈ)ના વકિલ ત્રીજી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ હાજર રહ્યા હતા. અને સહકારની ખાતરી આપી હતી. બેન્ક ઓફ બરોડા વતી કોઈ હાજર નહોતું.કોર્ટે સોમવારે આ બાબતની નોંધ લીધી હતી કે કોઈ બેન્કે જવાબ નોંધાવ્યા નથી અને બેન્ક ઓફ બરોડા વતી કોઈ હાજર નથી. આથી કોર્ટે બેન્ક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજરને વ્યક્તિગત રીતે હાજર રહેવા આદેશ આપ્યો છે અને પીએનબી અને સીબીઆઈને સોગંદનામંંું નોંધાવવા છેલ્લી તક આપી છે. 

અરજદારે જણાવ્યું હતું કે તેઓ માજી સરકારી કર્મચારી શેરા નોશિરના કેરટેકર રહ્યા છે. ૨૫ મે ૧૯૯૧માં નોશિરનું અવસાન થયું હતું.  ત્રીસ વર્ષ બાદ કેરટેકરને વસિયતની નકલ મળી છે અને પ્રોબેટ પણ તેની તરફેણમાં આવ્યું છે. રૃ. દસ કરોડના શેરનો સમાવેશ પણ છે.

કેરટેકરે આરોપ કર્યો હતો કે ત્રણે બેન્કમાં નોશિરની મિલકતો ૧૯૯૧થી રાખી હતી જેમાં સેવિંગ ખાતા અને લોકર પણ હતા. વારંવાર વિનંતી છતાં બેન્કે મિલકત અરજદારના નામે કરવાનો ઈનકાર કર્યો હોવાનો આરોપ કરાયો છે.

 ાયકાઓથી ખાતું ઓપરેશનમાં હોવાથી બેન્કમાં કેટલી રકમ છે એની ચોક્કસ જાણકારી નથી. પીએનબીમાં રૃ. ૫૦ હજાર, સીબીઆઈમાં રૃ.૨૫,૪૫૫, બીઓબીમાં રૃ. ૫૦ હજાર હોઈ શકે છે. આ ઉપરાંત પીએનબીના લોકરમાં અઢી લાખ છે. કુલ મિલકત રૃ. ૩.૭૫ લાખની બેન્કો પાસે છે.

અરજીમાં બેન્કમાં રહેલી મિલકતનું તાત્કાલિક રિસિવર નિયુક્ત કરવાનો નિર્દેશ માગ્યો છે અને બેન્કને તેનો વ્યવહાર કરવાથી અટકાવવા માગણી કરાઈ છે. વસિયત અનુસાર મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરવામાં બેન્કો સહકાર આપતી નથી.



Google NewsGoogle News