Get The App

પનવેલના મતદાન કેન્દ્ર પર મતદારોને ચંદન તિલક કરી તુલસીનો છોડ અપાશે

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
પનવેલના મતદાન કેન્દ્ર પર મતદારોને ચંદન તિલક કરી તુલસીનો છોડ અપાશે 1 - image


મતદારોને આકર્ષવા વારકરી, ઑલિમ્પિક, ગઢકિલ્લાની થીમ

ચૂંટણી કર્મચારીઓ વારકરીની વેશભૂષામાં ફરજ નિભાવશે, કેટલાકં સ્થળે ચૂંટણી કર્મચારીઓ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરશે

મુંબઈ :   પનવેલના ૬૦૪ મતદાન કેન્દ્રોમાંથી ૧૦ કેન્દ્રોનું સુશોભિકરણ કરવામાં આવશે. રાજ્યમાં પહેલીવાર એવું મતદાન કેન્દ્ર હશે જ્યાં આવનાર તમામને ચંદનનું તિલક કરી તુલસીનો છોડ અપાશે.

પીંક મતદાન કેન્દ્રને પગલે અન્ય મતદાન કેન્દ્રો પર પણ વિવિધ ઉપક્રમો થઈ રહ્યાં છે. કળંબોલીની સુધાગઢ શાળામાં 'વારકરી' થીમ રાખવામાં આવી છે. જ્યાં કર્મચારીઓ વારકરીની વેશભૂષામાં હાજર રહેશે તેમજ મતદાન કરવા આવનારને ચંદનનું તિલક કરી તેમને તુલસીનો છોડ આપવામાં આવશે. આમ કુલ ૧૦૦૦ તુલસીના રોપાનું વિતરણ કરાશે.

પાલિદેવદમાં સેંટ મેરી સ્કૂલમાં ગઢકિલ્લાની થીમ, ચિંઘ્રણની જિલ્લા પરિષદની શાળામાં પારંપારિક વસ્ત્રોની થીમ, વિચુંબેની જિ.પરિષદની શાળામાં પેરિસ ઓલિમ્પિક થીમ, ખૈરણેની જિ.પરિષદની શાળામાં માઝી વસુંધરા થીમ, વાવંજેની જિ.પરિષદની શાળામાં મહિલા સક્ષમીકરણ, આકુર્લીની જિ.પરિષદ શાળામાં વિઠ્ઠલવારી (યાત્રા), ન્યૂ પનવેલ સેંટ જોસેફ સ્કૂલમાં ઓલિમ્પિક, કળંબોલીની સુધાગઢ શાળામાં વારકરી થીમ, ન્યૂ પનવેલ સીકેટી કૉલેજમાં છત્રપતિ શિવાજી મહારાજ થીમ, ખારઘરની ગોખલે હાઈસ્કૂલમાં ટેક્સ્ટાઈલ થીમ, નેરેની જિલ્લા પરિષદ શાળામાં વારલી પેઈન્ટિંગની થીમ જોવા મળશે.   



Google NewsGoogle News