85થી વધુ વયના મતદારો ઘરેથી મતદાન કરી શકશે
વૃદ્ધ નાગરિકોને સુવિધાનો લાભ લેવા અપીલ
થાણે વિસ્તારમાં 85 વર્ષથી ઉપરના 59004 મતદારો નોંધાયા છે
મુંબઇ : ૮૫ વર્ષથી વધુ વયના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તેવી જોગવાઈ છે. ચૂંટણી તંત્રએ મહત્તમ મતદારોને આ જોગવાઈનો લાભ લેવા જણાવ્યું છે.
થાણે જિલ્લામાં ે ૮૫ વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા થાણે જિલ્લામાં ૫૯,૦૦૪ છે.
હોમ બેલેટની જોગવાઇ ખાસ કરીને ૮૫ અને તેનાથી વધુ વયની વ્યક્તિઓ અને હલનચલનમાં મુશ્કેલી અનુભવે છે તેવા મતદારો માટે છે.
થાણે વિધાનસભા મતદાર વિસ્તારમાં કુલ ૧૮ વિભાગોમાં ૮૫ વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા ૫૨૬૭ છે.
ે થાણે જિલ્લામાં નોંધાયેલા મતદારોની કુ લ સંખ્યા ૬૩,૯૨,૫૨૦ છે.
વર્ષ ૧૮-૧૯ સુધીના વય જૂથના મતદારોની સંખ્યા ૬૯,૭૨૦ છે. જ્યારે ૨૦ થી ૨૯ વર્ષના મતદારોની સંખ્યા ૧૦,૨૩,૦૪૨ છે,
થાણે જિલ્લામાં સૌથી વધુ ૪,૩૯,૩૨૧ મતદારો એરોલી વિધાનસભા ક્ષેત્રમાં છે.