વિનોદ કાંબળીનો જાહેર માર્ગ પર લથડિયાં ખાતો વીડિયો વાયરલ
જાતે ઊભો રહી શકતો ન હતો, અન્ય લોકોએ મદદ કરી
કાંબીળી નશામાં હોવાનો કે પછી અસ્વસ્થ હોવાનો દાવો, કાંબળી કેટલાય સમયથી ખોટાં કારણોસર ચર્ચામાં આવે છે
મુંબઈ : ભૂતપૂર્વ ક્રિકેટ વિનોદ કાંબળી ફરી એક વાર ખોટા કારણસર સમાચારમાં આવ્યો છે. એક વિડિયોમાં જણાય છે કે કાંબળી સ્વબળે પોતાના પર પર ઊભો રહી શકતો નથી કે ચાલી શકતો નથી અને તેને એક બાઈકની મદદ લઈને ઊભા રહેવું પડે છે. બાવન વર્ષના કાંબળીને છેવટે આસપાસના લોકો આવીને બંને બાજુથી પકડીને નિર્ધારીત સ્થળે પહોંચાડે છે. અનેક લોકોએ આ વિડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હોવાનું જોવા મળ્યું છે. કાંબળી કથિત નશામાં હોવાનો કેટલાંક દાવો કર્યો હતો.
કાંબળીને ભૂતકાળમાં પણ આરોગ્યની સમસ્યા થઈ હતી. ૨૦૧૩માં તેને ચેમ્બુરથી કાર ચલાવીને પાછા ફરતી વખતે હાર્ટ અટેક આવ્યો હતો. પોલીસ અધિકારીએ તેને હોસ્પિટલમાં લઈ જઈને જીવ બચાવ્યો હતો. બે નસો બ્લોક આવતાં તેણે એન્જીયોપ્લાસ્ટી કરાવવી પડી હતી.
ડિસેમ્બર ૨૦૨૨માં કાંબળીએ પાળેલું સસલું બાલ્કનીમાંથી પડી જતાં મૃત્યુ પામ્યું હતું. અનેક લોકોએ પિટા સંસ્થામાં ફરિયાદ પણ કરી હતી. ત્યાર બાદ તેણે અન્ય પાળેલા સસલાં પણ સલામત સ્થળે છોડીને હવે કોઈ પ્રાણી નહીં પાળવાનું જાહેર કર્યું હતું.
એ પૂર્વે ફેબુ્રઆરી ૨૦૨૩માં પત્નીને કથિત દારુના નાશામાં માથા પર માર મારવા બદલ પોલીસ કેસ થયો હતો. જુલાઈ ૨૦૧૮ની અન્ય એક ઘટનામાં કાંબલીની પત્નીને બોલીવુડના ગીતકાર અંકિત તિવારીના પિતાને અણછાજતો સ્પર્શ કર્યાનો દાવો કરતાં કાંબળીએ તેને માર્યો હોવાનો આરોપ થયો હતો.
કારકિર્દીના શરૃઆતના તબક્કે જોરદાર બલ્લેબાજ તરીકે તેની છાપ હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડાબેરી પ્લેયર તરીકે ૧૨૯ મેચોમાં ૯૯૬૫ રન કરીને સરેરાશ ૫૯.૬૭નો સ્કોર રાખ્યો હતો.
૧૯૯૧માં પાકિસ્તાન સામેની વન ડે ઈન્ટરનેશનલમાં શારજાહ ખાતે ભારતીય ટીમમાંે તેણે પદાર્પણ કર્યું હતું, કોલકાતામાં ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ સામે ૧૯૯૩માં તેને ટેસ્ટ મેચમાં ડેબ્યુ અપાયું હતું.
કાંબલીની પ્રતિભા પર તેેની ફિટનેસ સાથેનો સંઘર્ષ પર હાવી થઈ ગયો હતો. ભારતીય વન ડે ક્રિકેટમા ંતેણે નવ કમબેક કર્યા હતા. જોકે તેનામાં પહેલાં જેવી પ્રતિભા જોવા મળી નહોતી અને બદલાતા ક્રિકેટમાં તે અનુકૂળ થઈ શક્યો નહોતો.