જયા બચ્ચન એરપોર્ટ પર ગુસ્સામાં લાલચાળ થતી જોવા મળ્યાનો વીડિયો વાયરલ
તે અને અમિતાભ મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે આંગળી ચીંધીને કોઇને ઠપકો આપતી હતી
મુંબઇ : જયા બચ્ચન જાહેરમાં હંમેશા લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. તે કેમેરાની સામે જ નારાજ થતી વારંવાર જોવા મળી છે. આ વખતે પણ તે પતિ અમિતાભ સાથે મુંબઇ એરપોર્ટ પર ઉતરી ત્યારે ગુસ્સામાં લાલચોળ થઇને આંગળી ચીંધીને કોઇને ઠપકો આપતી રહી હોવાનો વીડિયો વાયરલ થયો છે.
શુક્રવારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને એરપોર્ટ પરથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પાપારાઝીએ શેર કરેલા એક વીડિયોમાં બિગ બી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે અને જયા બચ્ચન બહાર નીકળતી વખતે કોઇને જોઇને ગુસ્સે થઇને આંગળી ચીંધને ઠપકો આપતી જોવા મળી રહી છે. જ્યારે પાપારાઝીઓ તેને જયાજી જયાજી કહીને પોતાની તરફ ધ્યાન ખેંચવાના પ્રયાસ કરી રહ્યા છે. જયા એરપોર્ટ પર કોઇ વાતથી નારાજ થતી જોવા મળી રહી છે. તે પોતાના સ્ટાફ , મીડિયા ,ે ે એરપોર્ટના સ્ટાફ કે પછી કોઇ પેસેન્જર પર ક્રોધે ભરાઇ હતી તે સ્પષ્ટ થયું નથી.
જાહેરમા ંજયા પોતાનો ગુસ્સો લોકો પર કરતી હોય છે તે લોકો જાણે છે. તે પોતાની આસપાસ ભીડ અને મીડિયાર્ક્મીઓને જોઇને પોતાના દિમાગ પરનો કાબુ ગુમાવી દેતા જોવા મળી છે.