સીએસટી સ્ટેશને અને લોકલમાં યુવતીના અશ્લીલ નાચનો વીડિયો વાયરલ

Updated: May 30th, 2024


Google NewsGoogle News
સીએસટી સ્ટેશને અને લોકલમાં યુવતીના અશ્લીલ નાચનો વીડિયો વાયરલ 1 - image


મુબંઈગરાઓના આક્રોશ બાદ રેલવે દ્વારા તપાસના આદેશ

લોકલમાં ભીખારીઓ, ફેરિયા બાદ હવે રીલ્સ બનાવનારાઓનો ઉપદ્રવઃ કાયમી ધોરણે આ પ્રવૃત્તિ ડામવા માગણી

મુંબઇ :  લોકલ ટ્રેનમાં અને સીએસટી સ્ટેશને ભોજપુરી ગીત ઉપર નાચતી યુવતીના વાયરલ વીડિયો ઉપર મુંબઇગરા ભડકી ગયા છે. મુંબઇ મેટર્સ નામના ટ્વીટર અકાઉન્ટે આ વીડિયો શેર કરીને મુંબઇ જીઆરપી, ડીઆરએ અને રેલવે મંત્રાલયને ટેગ કર્યા છે. તેમને આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની વિનંતી પણ કરી છે.

છેલ્લા કેટલાંક સમયથી મેટ્રો ટ્રેન, રેલવે પ્લેટફોર્મ અને અન્ય સાર્વજનીક સ્થળો પર ડાન્સ કરીને વીડિયો ઉતારવાનું ચલણ વધી ગયું છે. આવા કોન્ટેન્ટ ક્રીએટરોની ઓનલાઇન આલોચના અને સત્તાવાળાઓ તરફથી વારંવાર અપાતી ચેતવણી છતાં આવી પ્રવૃત્તિઓ બંધ થતી નથી. તાજેતરમાં વાયરલ યુવતીના વીડિયોથી ફરી નેટિઝમ્સ રોષે ભરાયા છે. આ યુવતી લોકલના જનરલ કોચમાં અને સીએસટી સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર અશ્લીલ રીતે ડાન્સ કરતી વીડિયોમાં જોઇ શકાય છે. મુંબઇ  મેટર્સ નામના યુઝરે વીડિયોને શેર કરીને  ટિપ્પણી કરી હતી કે પ્રવાસીઓ ક્યારેય લોકલમાં શાંતિથી પ્રવાસ કરી શકતા નથી. પહેલા ફેરિયાઓ, ભિખારીઓ અને હવે રીલ્સ બનાવનારાઓનો ઉપદ્રવ શરૃ થયો છે. જેને બંધ કરવાની આવશ્યકતા છે. કેટલાક યુઝર્સે ડાન્સને અશ્લીલ ગણાવીને યુવતી સામે જાહેરમાં આવું કૃત્ય કરવા બદલ કાર્યવાહીની માગણી કરી હતી.

પોસ્ટ ઉપર પ્રતિક્રિયા આવતા મુંબઇ સેન્ટ્રલ ડીઆરએમના અધિકૃત અકાઉન્ટે મુંબઇ ડિવિઝનના સુરક્ષા વિભાગને આ ઘટનાની તપાસ કરવા અને જરૃરી પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. એક યુઝરે કોમેન્ટ કરી હતી કે આ યુવતી પહેલા પણ આવું કરી ચુકી છે અને તેને ત્યારે સત્તાવાળાઓ તરફથી માત્ર ચેતવણી આપીને છોડી દેવાઇ હતી પણ હવે તેની સામે કાર્યવાહી થવી જોઇએ. જેના ઉપર અન્ય યુઝરે કહ્યું હતું કે આવી પ્રવૃત્તિએ કયદાનો ડર ન હોવાને કારણે થાય છે. રેલવે સત્તાવાળાઓએ ઉપરોક્ત બાબતે કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ અને પ્રવાસીઓએ પણ જવાબદારી નાગરિક તરીકે  હસ્તક્ષેપ કરવો જોઇએ.



Google NewsGoogle News