Get The App

મુંબઇના લોખંડવાલામાં ઈમારતમાં ભીષણ આગ, એકનું મોત, 6 ઈજાગ્રસ્ત

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઇના લોખંડવાલામાં ઈમારતમાં ભીષણ આગ, એકનું મોત, 6 ઈજાગ્રસ્ત 1 - image


Mumbai Fire News : દેશની આર્થિક રાજધાની કહેવાતી મુંબઈના જાણીતા વિસ્તાર લોખંડવાલામાં એક રહેણાક ઈમારતમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ સામે આવ્યા છે. આગની આ ઘટનામાં પ્રાથમિક અહેવાલોમાં એકનું મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. 

મૃત્યુ પામનાર મહિલા... 

મૃત્યુ પામનાર મહિલા 36 વર્ષની હતી જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગની આ ઘટના લોખંડવાલા વિસ્તારમાં આવેલી બ્રૂક ફિલ્ડ ઈમારતમાં લાગી હતી. જેને ઓલવવા માટે 6 થી વધુ ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. જોકે આગ કેમ લાગી હતી તેનું કારણ હજી જાણી શકાયું નથી. 



Tags :