Get The App

નદીમાં ઉતરી માતાને વીડિયો કોલ કર્યો ને 15 જ મિનીટમાં આવેલાં પૂરમાં તણાયાં

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
નદીમાં ઉતરી માતાને વીડિયો કોલ કર્યો ને 15 જ મિનીટમાં આવેલાં પૂરમાં તણાયાં 1 - image


રશિયા ભણવા ગયેલાં  ફઈ-મામાઈ ભાઈ બહેન સહિત ચારનાં મોત, એકનો બચાવ

જાણે માતાને કોઈ અંતઃસ્ફૂરણા થઈ હોય તેમ કહ્યું, જિશાન બેટા તુ પાની મેં મત જા, જિયા કો ભી બહાર નિકાલ ..આ અંતિમ સંવાદ પુરવાર થયો , મહારાષ્ટ્રના જલગાંવના પરિવાર પર આભ તૂટી પડયું

મુંબઇ :   જિશાન બેટા તૂ પાણીમેં મત જા... ઔર જિયા કો ભી બાહર નિકાલ ઔર જલ્ ી ઘર પહૂઁચો... હા અમ્મી...' વિડીયો કૉલની આ વાતચીત રશિયા ભણવા ગયેલાં જિશાન અને તેની માતા વચ્ચેનો આખરી સંવા  સાબિત થઈ. મંગળવારે તા.૪ની રાત્રે ભારતીય સમય મુજબ પાત્રે સવા અગિયાર વાગ્યાની આસપાસ રશિયામાં નવ વાગ્યા હશે. ત્યારે આ વિડીયો કૉલ મહારાષ્ટ્ર્ના જલગાંવ જિલ્લાના અમરનેર શહેરના ઈસ્લામપુરાના વતની યુવકે તેની માતાને વિડીયો કૉલ કર્યો હતો. બસ, આ વિડીયો કૉલ બા ની ૧૫ મિનીટમાં જ રશિયાના વેલિકી નૉવગોરો ની ન ીમાં પૂર આવ્યું અને જિશાન અસપાક પિંજારી (૨૦) અને તેના ફઈની  ીકરી જિયા ફિરોજ પિંજારી (૨૦) અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ીમાં વહી ગયાના સમાચાર મળ્યાં છે.

આ ફઈ મામાના ભાઈબહેન ગયા વર્ષે જુલાઈમાં એમબીબીએસના શિક્ષણ માટે રશિયાના વેલિકી નૉવગોરોદ શહેરમાં ગયા હતાં. ચોથી જૂને રાત્રે ત્યાંના નવ વાગ્યાની આસપાસ જિશાન અશફાક પિંજારી, જિયા ફિરોઝ  પિંજારી, હર્ષલ  દેસલે (જળગાંવ) તેમજ ગુલામ ગોસ મલિક (મુંબઈ) અને નિશા ભૂપેશ સોનાવણે શહેરની વોલ્કોવ્હ નદીના કિનારા પરના પેડિસ્ટન બ્રિજ પાસે ચોપાટી પર ફરવા ગયા હતાં. દરરોજ પ્રમાણે જિશાને પોતાની માતાને વિડીયો કોલ કર્યો અને જિયા નદીમાં ઘૂંટણભેર પાણીમાં ઊતરી હતી તે તેણે તેની માતાને આનંદ વ્યક્ત કરતાં દાખવ્યું હતું. ત્યારે જાણે તેની માતાને કોઈ પૂર્વસૂચના થઈ હોય તેમ તેમણે તુરંત જિશાનને કહ્યું, 'બેટા તૂ પાણીમેં મત જા... ઔર જિયા કો ભી બાહર નિકાલ... ઔર જલદી ઘર પેં પહૂઁચો...' તેણે તેની માતાને સકારાત્મક પ્રતિસાદ આપી વૉટ્સએપ મેસેજ કર્યો કે, 'અમે ઘરે જઈ રહ્યાં છીએ.'

માત્ર ૧૫ જ મિનીટમાં નદીમાં પૂર આવ્યું અને આ વિદ્યાર્થીઓ પાણીમાં વહી ગયાં. ઉપસ્થિતોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. તેમાં નિશા સોનાવણેને બચાવી લેવાઈ પણ જિશાન અને જિયાની કોઈ ભાળ મળી નહીં. રાત્રે બે વાગ્યે અહીં પિંજારી પરિવારને આ ઘટનાની જાણ થતાં તેમને મોટો આંચકો લાગ્યો હતો. બે વિદ્યાર્થીઓના મૃતદેહ અત્યારસુધીમાં મળ્યાં છે. જોકે ત્યાંની તેમજ અહીંની એજન્સીઓએ  અન્ય વિદ્યાર્થીઓની ભાળ મેળવી તેમની માહિતી કે દેહ તેમના નિવાસસ્થાને પહોંચાડવાની પ્રક્રિયા પાર પાડી રહ્યાં છે. તેમની યુનિવર્સિટીએ પણ આ વિદ્યાર્થીઓના તણાઈ જવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. 

 રમિયાન ભારતીય વિ ેશ મંત્રાલયે એક નિવે નમાં જણાવ્યું હતું કે સેન્ટ પિટ્સબર્ગ ખાતેના ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓ યારસોલાવ ધી વાઈઝ નોવાગોરોડ સ્ટેટ યુનિવર્સિટી સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ મ   પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.



Google NewsGoogle News