Get The App

વિદર્ભ ધગધગતો અંગારો : હજી 2 દિવસ 8 શહેરમાં હીટવવની ચેતવણી

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
વિદર્ભ ધગધગતો અંગારો :  હજી  2 દિવસ 8 શહેરમાં હીટવવની ચેતવણી 1 - image


બ્રહ્મપુરી ૪૫.૯ ડિગ્રી સાથે આખા ભારતનું સૌથી હોટ

12  શહેરમાં ગરમીનો પારો ૪૦ થી ૪૫ ડિગ્રી ઃ મુંબઈમાં બપોરે ગરમી અને ઉકળાટનો અનુભવ

મુંબઈ -  2025 નો ઉનાળો મહારાષ્ટ્ર માટે  અત્યંત ધગધગતો બની રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર પર તો સૂર્યનારાયણ જાણે કે ભારે ખફા થયા હોય તેમ ગરમીનો પારો ૪૫.૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ હોટ નોંધાઇ રહ્યો છે. 

  હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે મુંબઇનું તાપમાન પ્રમાણમાં સમઘાત રહે છે. જોકે  બપોરે ગરમી અને ઉકળાટનો અનુભવ થાય છે. હાલ મુંબઇના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા કરતાં પણ વધુ રહેતું હોવાથી ગરમી-ઉકળાટ રહે છે. 

   બીજીબાજુ  આજે વિદર્ભનું  બ્રહ્મપુરી ૪૫.૯  ડિગ્રી સેલ્સિયસ સાથે આખા ભારતનું સૌથી હોટ સ્થળ  જાહેર થયું છે. બે દિવસ પહેલાં પણ વિદર્ભનું ચંદ્રપુર આખા ભારતનું સૌથી હોટ સ્થળ જાહેર થયું હતું. 

  હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે આજે મહારાષ્ટ્રના ૧૦ જિલ્લા (સોલાપુર,પરભણી,બીડ,હિંગાળી,નાંદેડ,અકોલા,અમરાવતી,ચંદ્રપુર,નાગપુર, વર્ધા) માં હીટવેવ , જ્યારે સાત જિલ્લા (જળગાંવ,અહિલ્યાનગર,પુણે,છત્રપતિ સંભાજીનગર,જાલના, લાતુર, ધારાશિવ)માં ગરમી -ઉકળાટ જાહેર થયાં હતાં. 

   હવામાન વિભાગે એવા ે ચેતવણીસૂચક વરતારો પણ આપ્યો છે કે હજી આવતા ૨૪ કલાક (૨૫,એપ્રિલ) દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના સોલાપુર,મરાઠવાડાનાં પરભણી અને હિંગોળી માટે હીટવેવ જાહેર કરવામાં આવી છે. 

જ્યારે  આવતા બે િ દવસ(૨૫,૨૬-એપ્રિલ) દરમિયાન વિદર્ભનાં અમરાવતી,અકોલામાં , જ્યારે  ૨૫,એપ્રિલે  નાગપુર,વર્ધા,ચંદ્રપુરમાં પણ હીટવેવની ચેતવણી  જાહેર કરવામાં આવી છે. 

  હવામાન  વિભાગના  મુંબઇ કેન્દ્રનાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે અને નાગપુર કેન્દ્રના સિનિયર વિજ્ઞાાની પ્રવીણ કુમારે  ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હાલ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્ર પર ઉત્તર-પૂર્વ-ઉત્તર(ઇશાન) દિશાના પવનો ફૂંકાઇ રહ્યા  છે.ઇશાનના આ પવનો સૂકા -ગરમ હોવાથી અને વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાતા હોવાથી ગરમીનો પારો ઘણો ઉંચો નોંધાય છે.

   સાથોસાથ  હાલ એન્ટિસાયક્લોનની પણ અસર હોવાથી ગરમ હવા વાતાવરણના ઉપરના પટ્ટામાં જઇ શકતી નથી. ગરમ હવા વાતાવરણના નીચેના પટ્ટામાં જ ફરતી રહે છે. આવાં કુદરતી પરિબળોની તીવ્ર અસરથી હાલ મહારાષ્ટ્ર જાણે કે ઉકળતી ભઠ્ઠી બની ગયું  છે. 

     આજે  કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૩ અને લઘુત્તમ તાપમાન ૨૬.૪, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૭ અને લઘુત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૮ -૭૦ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૦ -૬૪ ટકા જેટલું ઘણું વધુ રહ્યું હતું.

   આજે  મહારાષ્ટ્રનાં વિદર્ભના બ્રહ્મપુરીમાં ગરમીનો પારો ૪૫.૯ ડિગ્રી, અકોલા-૪૫.૨, ચંદ્રપુર-૪૫.૦,નાગપુર-૪૪.૪,યવતમાળ-૪૪.૪,અમરાવતી-૪૪.૨,વર્ધા-૪૪.૦,ગઢચિરોળી-૪૪.૦, વાશીમ-૪૩.૨,ગાંદિયા-૪૨.૬, ભંડારા-૪૨.૪, બુલઢાણા-૪૦.૬  ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હોવાના સમાચાર મળે છે.


Tags :