INDIA ગઠબંધનમાં કકળાટ: રાઉત પર ભડક્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા, કહ્યું- અમારા વગર એકેય બેઠક જીતી નહીં શકો

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
INDIA ગઠબંધનમાં કકળાટ: રાઉત પર ભડક્યા કોંગ્રેસના દિગ્ગજ નેતા, કહ્યું- અમારા વગર એકેય બેઠક જીતી નહીં શકો 1 - image


Image Source: Twitter

I.N.D.I.A. Alliance: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ સંજય નિરૂપમે આજે ફરી એક વખત શિવસેના UBT અને તેના પ્રવક્તા સંજય રાઉત પર નિશાન સાધ્યુ છે. આ સાથે જ તેમણે આશા વ્યક્ત કરી કે, કોંગ્રેસ નેતૃત્વ શિવસેના UBTની જાળમાં નહીં ફસાશે. આ અગાઉ સંજય નિરૂપમે બુધવારે પોતાની જ પાર્ટીના શીર્ષ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કોંગ્રેસ પર મહાવિકાસ આઘાડી સરકાર સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો હતો. શિવસેનાએ મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી અમોલ કીર્તિકરને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આ સીટ પરથી સંજય નિરૂપમ પોતે ચૂંટણી લડવા માંગતા હતા.

શનિવારે કોંગ્રેસના નેતાએ પર X પર પોસ્ટ કરી. જ્યારે કોંગ્રેસ નેતૃત્વએ કેટલીક બેઠકો પર  'ફ્રેન્ડલી ફાઈટ'નો પ્રસ્તાવ આપ્યો તો ઉબાથા ગ્રુપ ભડકી ઉઠ્યુ છે. ઉબાઠાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉતે કોંગ્રેસને ધમકી આપી છે અને કહ્યું છે કે તમામ સીટો પર 'ફ્રેન્ડલી ફાઈટ' થવી જોઈએ. આ કકળાટ કારણ શું છે? કારણ કે ઉબાથા ગ્રુપ કોંગ્રેસના સમર્થન વિના એક પણ બેઠક જીતી નહીં શકશે. આ મારો ખુલ્લો પડકાર છે. આમ પણ મુંબઈના મરાઠી ભાષી સમાજમાં ઉબાઠા ગ્રુપ સામે ભારે નારાજગી છે. હું આશા રાખું છું કે આ માહોલમાં કોંગ્રેસ નેતૃત્વ પ્રવક્તાઓની જાળમાં નહીં ફસાશે. નહીંતર મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસને હાંકી કાઢવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

હું ખિચડી ચોરને સપોર્ટ નહીં કરું

આ અગાઉ બુધવારે શિવસેના UBTની લિસ્ટમાં મુંબઈ નોર્થ વેસ્ટથી અમોલ કીર્તિકરનું નામ જોઈને નિરૂપમ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે યાદી જાહેર થયા બાદ તરત જ કહ્યું હતું કે, હું આવા ખિચડી ચોરને બિલકુલ સમર્થન નહીં કરું.


Google NewsGoogle News