ભારતીય સૈન્ય અધિકારીઓને સપડાવવા ડીપ ફેક્સનો ઉપયોગ
પાકિસ્તાની ઈન્ટેલિજન્સ દ્વારા એઆઈનો ઉપયોગ
અધિકારીઓને પાકિસ્તાની ઓપરેટરોથી દૂર રાખવા ભારતીય સૈન્યએ પોતાની વિશિષ્ટ ચેટ બોટ બનાવી
મુંબઈ : ભારતીય ગુપ્તચર સંસ્થાઓએ હની ટ્રેપ યુક્તિનું નવું સંસ્કરણ શોધી કાઢ્યું છે જેમાં પાકિસ્તાની ઈન્ટેલીજન્સ ઓપરેટીવ્સ દ્વારા રચાયેલી ડીપ ફેક્સ બનાવવા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બનાવટી ટૂલ્સનો ઉપયોગ નાગરી અને સંરક્ષણ કર્મચારીઓ, સૈનિકો, અધિકારીઓ અને ટોચના પોલીસ ઓફિસરોને સપડાવવા કરાયો છે જેમાંથી અને શંકાસ્પદ અધિકારીઓની તપાસ થઈ રહી છે.
પાકિસ્તાની ઓપરેટરો સંવેદનશીલ માહિતી મેળવવાના હેતુથી અધિકારીઓની પ્રોફાઈલ હેક કરવા ખોટા સંબંધો ઊભા કરે છે અને માલવેર મેસેજ મોકલવા વેલન્ટાઈન ડેનો ઉપયોગ કરે છે. મોટાભાગની શંકાસ્પદ પ્રોફાઈલ ખરા જેવા લાગતા પાયલ, સોનિયા, આરતી, મમતા અને સુનિતા જેવા એઆઈ રચિત નામો હોય છે.
આ પ્રોફાઈલ મોડેલ, સંઘર્ષ કરતી અભિનેત્રીઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અથવા જરૃરીયાત ધરાવતી મહિલાઓની ઓળખ અપનાવે છે. કોઈપણ સંરક્ષણ કર્મચારી, જવાન, ઉચ્ચ દરજ્જાનો ઓફિસર અથવા કોઈ અધિકારીઓ જ્યારે પણ ઈન્ટરનેટનો ઉપયોગ કે ત્યારે આ બોગસ આળખોનો ઉપયોગ કરવામાં આવે છે.
તાજેતરની ઘટનાઓ પછી ભારતીય સેનાએ આ સમસ્યાનું નિરાકરણ લાવવા પોતાના સૈનિકોને આકર્ષવા અને સંભવિત જાસુસોને ઓળખવા પોતાની જ અલાયદી એઆઈ ચેટબોટ બનાવી છે.
સત્તાવાર માહિતી મુજબ ટાર્ગેટ કરાયેલા અધિકારીઓના સ્માર્ટફોનમાંથી મેળવાયેલા ડાટાના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવે છે. પાકિસ્તાની ઓપરેટરો આવા ડાટાના વિશ્લેષણ કરીને પોતાના ટાર્ગેટ નક્કી કરે છે. સંપર્ક દરમ્યાન તેઓ પોતાના શિકારને જાતીય આનંદ ઓફર કરીને અધિકારીઓના ફોનમાંથી ડાટા મેળવી લે છે.
મહારાષ્ટ્ર આતંક વિરોધી ટીમ (એટીએસ) દ્વારા ચકાસાઈ રહેલા તાજેતરના એક હની ટ્રેપ કેસમાં પાકિસ્તાની ઓપરેટરો અને નેવલ ડોકયાર્ડ ખાતે તાલીમી સિવિલ એપ્રેન્ટીસ ગૌરવ અર્જુન પાટીલ વચ્ચે ૯૦૦થી વધુ ચેટ મળી આવ્યા હતા. પાયલ એન્જલ અને આરતી શર્માના કથિત એઆઈ રચિત પ્રોફાઈલનો સંદેશવ્યવહાર માટે ઉપયોગ કરાયો હતો અને ચકાસણી હેઠળની અનેક વ્યક્તિઓનો આ જ પ્રોફાઈલ દ્વારા સંપર્ક કરાયો હતો.