મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદઃ 50 હજાર હેક્ટરમાં પાકને નુકસાન
એપ્રિલમાં ગાજવીજ સાથે વરસાદ
કેરી ઉપરાંત ઘઉં, જુવાર, હળદર તથા શાકભાજીને પણ મોટા પાયે નુકસાન
મુંબઇ : મહારાષ્ટ્રમાં તોફાની બનેલા હવામાનને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું હોવાના સમાચાર મળે છે.
મહારાષ્ટ્ર સરકારી સૂત્રોએ એવ માહિતી આપી હતી કે છેલ્લા બે-ત્રણ દિવસો દરમિયાન મરાઠવાડા અને વિદર્ભમાં ગાજવીજ,તીવ્ર પવન સાથે વરસાદ અને કરા પડવાનો તોફાની માહોલ સર્જાયો હતો. આવા કમોસમી વરસાદ અને કરા પડવાથી વિદર્ભના અકોલા,અમરાવતી,બુલઢાણા વગેરે જિલ્લામાં લગભગ ૫૦ હજાર હેક્ટર્સમાં ખેતીના પાકને ગંભીર નુકસાન થયું છે.સાથોસાથ મરાઠવાડાના પરભણી,બીડ,હિંગોળી વગેરે જિલ્લામાં પણ કૃષિ પાક વેરણછેરણ થઇ ગયો છે.
સરકારી સૂત્રોએ એવી માહિતી આપી હતી કે વિદર્ભ અને મરાઠવાડાના આ બધા જિલ્લામાં કમોસમી વરસાદ, કરા પડવા સાથે ગાજવીજ અને તીવ્ર પવનને કારણે કેરી,ઘઉં,જુવાર,હળદર,શાકભાજીના પાકને ભારે નુકસન થયું છે.
ખેતીના પાકને નુકસાન થયું હોવાથી આ વિસ્તારમાં પંચનામું કરીને કિસાનોને તાકીદે જરૃરી સહાય આપવાની સૂચના પણ ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવી છે.