મરાઠવાડામાં કમોસમી વરસાદે 7 જણનો ભોગ લીધો
700 ઘરોને નુકસાન : 53 પશુના મોત
મુંબઈ : મરાઠવાડામાં છેલ્લા બે દિવસ દરમ્યાન તૂટી પડેલા કમોસમી વરસાદે સાત જણનો ભોગ લીધો હતો.
મરાઠવાડાના બીડ, ધારાશિવ અને લાતુર જિલ્લામાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. શનિ-રવિ દરમ્યાન જોરદાર વરસાદને કારણે ત્રણેય જિલ્લામાં ૭૦૦ થી વધુ ઘરોને નુકસાન થયું હતું. લાતુરમાં ત્રણ જણ જ્યારે બીડ અને ધારાશિવમાં બે બે વ્યક્તિ મૃત્યુ પામી હતી. ઝાડ પડવાથી, વીજળી પડવાથી અને કરન્ટ લાગતા સાત જણ મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે.
વરસાદનું જોર એટલું બધું હતું કે ૨૪.૩ હેકટરમાં ઉભો પાક નાશ પામ્યો હતો અને ૫૩ પશુ માર્યા ગયા હતા.
જળગાંવમાં કેળાને ભારે નુકસાન
જળગાંવ જિલ્લામાં શનિવારે સૂસવાટા બોલાવતા પવન સાથે તૂટી પડેલા વરસાદને લીધે ૯૮૦ હેકટર વિસ્તારમાં કેળાના બાગને નુકસાન થયું હતું. જ્યારે દોઢસો ઘરોમાં તિરાડો ખડી ગઇ હતી. વીજળી ત્રાટકતા બેબળદ અને એક ગાય માર્યા ગયા હતા.ટ