Get The App

કુર્લામાં મૃત મહિલાનાં દેહ પરથી અજાણ્યા શખ્શે દાગીના ઉતારી લીધાં

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
કુર્લામાં મૃત મહિલાનાં દેહ પરથી  અજાણ્યા શખ્શે દાગીના  ઉતારી લીધાં 1 - image


બેસ્ટ અકસ્માત બાદ માનવતા નેવે મૂકાઈ હોવાનો કિસ્સો

અજાણયો હેલ્મેટ ધારી શખ્સ મૃતદેહ પરથી દાગીના કાઢી રહ્યો હોવાનો વીડિયો મોટા પાયે વાયરલ થયા બાદ પોલીસે તપાસ આદરી

મુંબઇ :   કુર્લામાં બેસ્ટ બસના થયેલા ગંભીર અકસ્માતમાં સાત જણના મોત થયા હતા. આ અકસ્માત દરમિયાન માણસોના મૃત્યુ તો થયા હતા પણ સાથે-સાથે માણસાઇ પણ મરી પરવારી હોય તેવી એક ઘટના પણ બની હતી. આ અકસ્માત બાદ જ્યારે લોકો જખમીઓની મદદે દોડી આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડી રહ્યા હતા ત્યારે બસ હેઠળ કચડાઇને મૃત્યુ પામેલી એક મહિલાના હાથની બંગડી એક અજાણ્યો હેલમેટધારી શખસ કાઢી રહ્યો હોવાનું વાયરલ થયેલા એક વીડિયામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ ઘટનાને લીધે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે પણ આ ઘટનાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર કુર્લામાં થયેલા બેસ્ટ બસના અકસ્માતમાં પંચાવન વર્ષીય મહિલા ફાતીમા કનીઝ અંસારીનું બસ હેઠળ કચડાઇ જવાથી મોત થયું હતું. એક હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતી મહિલા જ્યારે એસજી બર્વે માર્ગ પર બસની રાહ જોઇ રહ્યા હતા  ત્યારે પૂરપાટવેગે ધસી આવેલ બેસ્ટની બસે તેમને ટક્કર મારી હતી. આ ઘટના બાદ મહિલા  એક કાર હેઠળ  ફસાયેલી  હતી. આ સમયે મદદ કરવાને બહાને ત્યાં આવેલા એક અજાણ્યા હેલમેટધારી શખસે તેમને મદદ કરવાનો ઢોંગ કરી તેમના હાથમાંથી બંગડીઓ કાઢી લીધી હતી અને તેમનો મોબાઇલ પણ લઇ લીધો હતો.

મહિલાના સંબંધીઓએ દાવો કર્યો હતો કે મહિલાનાં  આ અકસ્માતમાં મૃત્યુ બાદ તેમની બગડીઓની એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હતી જ્યારે તેનો મોબાઇલ ફોન પાછો મળ્યો હતો.

વાયરલ વીડિયોમાં જ્યારે  ત્યાં હાજર અમૂક લોકો આ અજાણ્યા વ્યક્તિને તેના આવાકૃત્ય બદલ ઠપકો આપે છે ત્યારે  આ વ્યક્તિ લોકોને જણાવે છે કે મહિલાનો મોબાઇલ મારી પાસે છે અને જો તેમના પરિવારજનોનો ફોન આવશે તો મોબાઇલ સાથે જ તેમના દાગીના પણ પાછા આપી દઇશ.

આ ઘટના બાદ ગુરૃવારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩ (ચોરી) અને ૩૧૫ (મૃત વ્યક્તિની મિલકતનો દુરૃપયોગ) હેઠળ અજાણ્યા ગુનેગાર સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે કુર્લાના એસજીબર્વે માર્ગ પર બેસ્ટની અક બસ બેકાબૂ બની જતા થયેલા ગમખ્વાર અક્માતમાં સાત જણના મોત થયા અને ૪૨ થી વધુ લોકો ઘાયલ થયા હતા જ્યારે ૨૨ વાહનોનો ખુડદો બોલાઇ ગયો હતો.



Google NewsGoogle News