Get The App

મહારાષ્ટ્રમાં પહેલી જ વાર અનોખી કાંદા બેન્કો ખુલશે

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં પહેલી જ વાર અનોખી કાંદા બેન્કો ખુલશે 1 - image


ડુંગળી ઉગાડતા ખેડૂતોના લાભાર્થે

સૌરઊર્જાની મદદથી કાંદાની જાળવણી

મુંબઈ :   મહારાષ્ટ્રમાં હજારો કાંદા ઉત્પાદક ખેડૂતોના લાભાર્થે રાજ્યના અનેક ભાગોમાં અનોખી કાંદા બેન્ક ખોલવામાં આવશે. કાંદા બગડે નહીં અને લાંબો સમય ટકી શકે માટે સૌરઊર્જાની મદદથી જાળવણી કરવામાં આવશે.

કાંદા ઉત્પાદક કિસાનોની સમસ્યાની સમીક્ષા કરવા માટે આજે મુખ્યપ્રધાન એકનાથ શિંદેના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી. આ પ્રસંગે શિંદેએ જાહેરાત કરી હતી કે પહેલવહેલી કાંદા બેન્ક અહમદનગર જિલ્લાના રાહુરીમાં શરૃ કરવામાં આવશે. ત્યારપછી તરત જ નાસિક, છત્રપતી સંભાજીનગર૨ (ઔરંગાબાદ) અને સોલાપુરમાં કાંદા બેન્કો ખુલી જશે.

કાંદાના સંગ્રહ માટેની આ બેન્કો એમઆઈડીસી (મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની જગ્યામાં શરૃ કરવામાં આવશે. સોલાર એનર્જિની મદદથી જાળવણીને પ્રક્રિયા કરવામાં આવશે જેથી કાંદા બગડયા વગર લાંબો સમય ટકી શકે.

મુંબઈ- નાગપુરને સાંકળતા સમૃધ્ધિ એક્સપ્રેસ વે ઉપર પણ ૧૦ જગ્યાએ કાંદા બેન્ક ખોલવામાં આવશે, એમ શિંદેએ જણાવ્યું હતું.



Google NewsGoogle News