Get The App

દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરની તબિયત લથડી, જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયો

Updated: Aug 21st, 2022


Google NewsGoogle News
દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરની તબિયત લથડી, જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયો 1 - image


મુંબઈ, તા. 21. ઓગસ્ટ, 2022 રવિવાર

ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અને ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરની તબિયત લથઢી છે.

ગઈકાલે રાતે કાસકરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને એ પછી પોલીસે તેને જેજે હોસ્પિટલમાં ખસેડયો છે.ઈકબાલ કાસકર સામે ઘણા ગુના નોંધાયેલા છે અને હાલમાં તે જેલમાં છે.

ઈકબાલ કાસકર સામે 2017માં થાણે પોલીસે ખંડણી માંગવાનો ગુનો દાખલ કર્યો હતો.તે જ વર્ષે તેની આ મામલામાં ધરપકડ કરાઈ હતી.ત્યારથી તે જેલમાં છે.

નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ એજન્સી દ્વારા 1993ના મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ દાઉદ અને બીજા લોકો સામે ફરિયાદ નોંધી હતી.ઈડી દ્વારા મુંબઈમાં દાઉદ સાથે સંકળાયેલા મનાતા લોકોની જગ્યાઓ પર મની લોન્ડરિંગના કેસમાં દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં ઈકબાલ કાસકરના ઘનો પણ સમાવેશ થતો હતો.


Google NewsGoogle News