કલ્યાણમાં બિઝનેસમેનને સીએસઆર ફંડ અપાવવાના બહાને રૃા. 32 લાખની છેતરપિંડી
- રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ખોટા દસ્તાવેજો દેખાડયા
મુંબઇ : કલ્યાણમાં બિઝનેસમેનને સીએસઆર ફંડ અને રૃા.પાંચ કરોડનું દાન અપાવવાની લાલચ આપી રૃા.૩૨ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલામાં મુંબઇના એક અને વિશાખાપટ્ટનમના બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાંચ કરોડનું ફંડ લાવી આપવાની લાલચ આપીઃ મુંબઇના એક, વિશાખા પટ્ટનમના બે સામે કેસ
એજ્યુકેશન સર્વિસ ફર્મ ધરાવતા બિઝનેસમેનની ફરિયાદના આધારે કલ્યાણ પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધ્યો છે એમ એક અધિકારીએ જણાવ્યુ ંહતું.
આરોપી રતનલાલ વેણું ગોપાલરાવ સામે સાહુકારી સુનિલ શેકર વિશાખાપટ્ટનમની રહેવાસી છે. જ્યારે શ્રાવણી રમેશ રેડ્ડી મુંબઇમાં રહે છે. તેમણે ફરિયાદીને સીએસઆર ફંડ આપવાનું વચન આપ્યું હતું.
આ ત્રિપુટીએ કથિત રીતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) અને એક અગ્રણી ઓટોમોબાઇલ કંપનીના દસ્તાવેજો દાખવીને બિઝનેસમેનને જાળમાં ફસાવ્યા હતા.
ત્યાર બાદ આરબીઆઇના પ્રતિનિધિ હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓએ સીએસઆર ફંડ અને રૃા. પાંચ કરોડનું દાન મેળવી આપવાની ખાતરી આપી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આ ત્રિપુટીએ સીએસઆર ફંડ મેળવવાની પ્રક્રિયા શરૃ કરવા માટે બિઝનેસમેન પાસેથી રૃા.૩૨ લાખ પડાવી લીધા હતા.
પછી સીએસઆર ફંડ અને દાનની રકમ અપાવી નહોતી. આ સિવાય બિઝનેસમેનને તેમના રૃા.૩૨ લાખ પણ પરત કર્યા હનહોતા. પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે.