બેકાબૂ વાણી સ્વાતંત્ર્ય વિનાશ નોતરી શકેઃ બોમ્બે હાઈકોર્ટ

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
બેકાબૂ વાણી સ્વાતંત્ર્ય વિનાશ નોતરી શકેઃ બોમ્બે હાઈકોર્ટ 1 - image


કંપની વિરુદ્ધ ફેસબુક પોસ્ટ કરનાર કર્મચારીની બરતરફી બહાલ રાખી

લેબર કોર્ટે કર્મચારીની તરફેણમાં આપેલો ચુકાદો ફગાવ્યોઃ ઔદ્યોગિક શાંતિ માટે કર્મચારીનાં વર્તનનું નિયમન જરુરી

મુંબઈ :  વાણી અને અભિવ્યક્તિની આઝાદી અમુક હદની બહાર જાય તો વિનાશક પરિણામ નોતરે છે, એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું. સિંગલ જજ મિલિન્દ જાધવે ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની હિતાચી એસ્ટેમો ફાઈના કર્મચારીની સેવા બરતરફ કરતા આદેશને બહાલ રાખી હતી.

કંપની વિરુદ્ધ ફેસબુકની બે પોસ્ટ અપલોડ કર્યા બાદ કર્મચારીને સેવામાંથી બરતરફ કરાયો હતો. લેબર કોર્ટે કર્મચારીનીતરફેણમાં આપેલા આદેશને કંપનીએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. જજે નોંધ્યું હતું કે કંપની વિરુદ્ધની પોસ્ટ સ્પષ્ટ રીતે નફરત ફેલાવવા અને ઉશ્કેરણી કરવાના ઈરાદે હતી. આવું કૃત્ય શરૃઆતમાં જ ડામી દેવું જોઈએ અને આવા કૃત્ય સામે કડક સંદેશ જવો જરૃરી છે, એમ કોર્ટે નોંધ્યું હતું.

કર્મચારી તરીકે વર્તતી વખતે કોઈ પણ કર્મચારીઓમાં શિસ્તનું હોવું જરૃરી છે, એમ કોર્ટે જણાવ્યું હતું.કર્મચારીનું વર્તનનું નિયમન ઔદ્યોગિક પ્રવૃત્તિ શાંતિથી પાર પડે એ માટે કકરવું જરૃરી છે.  કર્મચારીે મૂકેલી પોસ્ટની તપાસ કરવામાં અવાતાં કર્મચારી દોષિત જણાતા તેની સેવા બરતરફ કરાઈ હતી.



Google NewsGoogle News