Get The App

'I.N.D.I.A.' ગઠબંધન આ લોકસભા ચૂંટણી જીતશે, ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ ઉમેદવારને આપ્યું સમર્થન

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
'I.N.D.I.A.' ગઠબંધન આ લોકસભા ચૂંટણી જીતશે, ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ ઉમેદવારને આપ્યું સમર્થન 1 - image


Lok Sabha Election 2024: એવું પહેલીવાર બનશે કે જ્યારે ઠાકરે પરિવાર કોંગ્રેસને મત આપશે. જોકે, મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠકથી શિવસેના (UTB) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ ઉમેદવાર વર્ષા ગાયકવાડને સમર્થન આપવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, 'તેઓ વર્ષા ગાયકવાડને મત આપશે. વર્ષા ગાયકવાડ ઠાકરેને મળવા માટે માતોશ્રી પહોંચ્યા હતા, જ્યાં ઉદ્ધવ ઠાકરેએ તેમને આશીર્વાદ પણ આપ્યા. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી વચ્ચે મહારાષ્ટ્રમાં ગઠબંધન છે, જે હેઠળ કોંગ્રેસે આ બેઠકથી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.'

વર્ષા ગાયકવાડ સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'હું મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠકથી વોટર છું અને હું વર્ષા ગાયકવાડને મત આપીશ. ઈન્ડિયા એલાયન્સ આ લોકસભા ચૂંટણી જીતશે. તે મારી નાની બહેન જેવી છે. અમે તેને સાંસદ તરીકે દિલ્હી મોકલીશું. અમે તાનાશાહ સરકારને હટાવવા માટે એકજુટ છીએ.'

કોંગ્રેસે બદલવી પડી બેઠક

વર્ષા ગાયકવાડ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ છે. મુંબઈ સાઉથ સેન્ટ્રલ લોકસભા બેઠક માટે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ આમને-સામને આવી ગયા હતા. વર્ષા ગાયકવાડ પહેલા સાઉથ સેન્ટ્રલ લોકસભા બેઠકથી ચૂંટણી લડવાના હતા પરંતુ ઉદ્ધવ ઠાકરેએ આ બેઠક કોંગ્રેસને આપવાની ના પાડી દીધી. ત્યારબાદ વર્ષાએ ઉદ્ધવ પાસે આ બેઠક માટે વિનંતી કરી હતી પરંતુ તેમણે એવું કહેતા ના પાડી દીધી કે તેઓ પહેલા જ આ બેઠક માટે અનિલ દેસાઈને ટિકિટ આપી ચૂક્યા છે. જ્યારબાદ કોંગ્રેસે વર્ષાની બેઠક બદલી હતી.

પૂનમ મહાજન હાલના સાંસદ

મુંબઈ નોર્થ સેન્ટ્રલ લોકસભા બેઠકથી ગત બે વખત ભાજપ તરફથી પૂનમ મહાજન સાંસદ છે. જોકે, ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક માટે કોઈના નામનું એલાન નથી કર્યું. મુખ્યમંત્રી એકનાથ શિંદેના ભાજપમાં સામેલ થયા બાદ આ પહેલી લોકસભા ચૂંટણી છે. ત્યારે, 2019ની વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના ભાજપનો સાથ છોડીને કોંગ્રેસ સાથે ચાલી ગઈ હતી.


Google NewsGoogle News