બદનક્ષીના કેસમાં મુક્તિ માટે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતની અરજી ફગાવાઈ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
બદનક્ષીના કેસમાં મુક્તિ માટે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતની અરજી ફગાવાઈ 1 - image


રાહુલ શેવાળેએ કરેલા કેસમાં રાહત નકારાઈ

પક્ષના મુખપત્રકમા છપાયેલા લેખને લઈને  થયેલો  કેસ

મુંબઈ :   શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પક્ષના સાંસદ સંજય રાઉતે હરીફ શિવસેના જૂથના નેતા રાહુલ શેવાળેએ કરેલા બદનક્ષીના કેસમાં મુક્તિ માટે કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

ફરિયાદમાં શેવાળેએ આરોપ કર્યો હતો હતો કે શિવસેના (યુબીટી)ના મુખપત્રક સામનામાં પોતાના વિશે બદનક્ષી કરતો લેખ પ્રકાશિત કરાયો છે.

ઠાકરે તેના સંપાદક છે અને રાઉત કાર્યકારી સંપાદક છે. શેવાળે એકનાથ શિંદેની શિવસેનાના લોકસભામા ંજૂથ નેતા છે.

મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે ઠાકરે અને રાઉતની મુક્તિની અરજી ફગાવી હતી. વિગતવાર આદેશ હજી આવવાનો બાકી છે. કેસમાં પુરાવા રેકોર્ડ કરવા માટે સુનાવણી નવ નવેમ્બર પર રાખી છે.

ઠાકરે અને રાઉતે અરજીમાં જણાવ્યુંં હતુંં કે તેમની સામે કોઈ પુરાવા નથી. અને શંકાને આધારે પોતાને ખોટી રીતે સંડોવ્યા હોવાનું જણાવ્યું હતું.

રાહુ શેવાળે કરાંચીમાં હોટેલ અને રિઅલ એસ્ટેટનો વ્યવસાય ધરાવતા હોવાનું જણાવતો લેખ ૨૯ ડિસેમ્બર ૨૦૨૨નારોજ પ્રકાશિત થતાં તમણે જાન્યુઆરીમાં ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News